ગુજરાત સરકારે 419 કરોડના ખર્ચે કુલ 1.65 લાખ આદિજાતિ લાભાર્થીઓને આપ્યો લાભ
Gujarat government: આદિજાતિ વિસ્તારના પશુપાલકોને જાતવાન પશુઓ આપીને દૂધમાં વધારો કરીને વધુને વધુ આર્થિક પગભર બનાવવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર કટિબદ્ધ છે.
ગુજરાતમાં સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂપિયા 419 કરોડથી વધુના ખર્ચે કુલ 1.65 લાખ આદિજાતિ લાભાર્થી ભાઈ-બહેનોને લાભ આપવામાં આવ્યો છે.

છોટા ઉદેપુર જિલ્લામાં આ યોજના હેઠળ વર્ષ 2021-22માં કુલ 778 તેમજ વર્ષ 2022-23માં 966 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે, તેમ ગુજરાત વિધાનસભા ગૃહમાં જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું હતું.
રાજ્ય મંત્રી હળપતિએ વધુ વિગતો આપણા ગૃહમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ પશુ સારવાર, પશુ આહાર તેમજ પશુ ઉછેર માટે પશુપાલકોને તાલીમ પણ આપવામાં આવે છે. લાભાર્થીને અત્યારે કુલ રૂપિયા 70 હજારની સહાય કરવામાં આવતી હતી.
જેમાં રૂપિયા 45000 ની સબસીડી, 22500ની લોન તેમજ લાભાર્થી ફાળા તરીકે રૂપિયા 2500 લેવામાં આવે છે. જ્યારે આગામી બજેટ એટલે કે નાણાકીય વર્ષ 2024-25માં આ રકમ વધારીને રૂપિયા 90000 કરવામાં આવી છે, જેના પરિણામે પશુપાલન સાથે જોડાયેલી આદિજાતિ મહિલાઓ વધુ આર્થિક સમૃદ્ધ બનશે, તેમ મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
