ચૂંટણી પહેલા સરકારે આશા વર્કરને 50% પગાર વધારાથી કર્યા ખુશ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર તેનાથી નારાજ તમામ લોકોને એક પછી એક સારા સમાચાર આપી ખુશ કરી રહી છે. જેમાં હવે તે લાંબા સમયથી વિરોધ કરી રહેલી આશા વર્કરને ખુશ કરવા તેમના પગારમાં 50 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આશા વર્કરોના પગરમાં 50 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. જેનાથી 40 હજાર જેટલી આશા વર્કરોને ફાયદો મળશે. આ ઉપરાંત ખેડૂતો અને શિક્ષકોને સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે.

nitin patel

ખેડૂતોને સરકારે 18 ટકા જીએસટીમાંથી મુક્તિ આપવાની વાત કહી છે. સાથે જ ટપક સિંચાઇથી ખેતી કરતા ખેડૂતોને જીએસટીમાંથી માફી મળશે. વધુમાં tet,tat પાસ કરેલા શિક્ષકોને છૂટા નહીં કરવા અને 10 વર્ષથી વધુ નોકરી કરતા શિક્ષકોને માન્ય કરવાની જાહેરાત પણ સરકારે કરી છે. સાથે જ એસી, એસટી, ઓબીસી માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ કરાર આધારિત મહિલા કર્મચારીઓની રજામાં વધારા સમતે એક પ્રસૂતિ વખતે 90 દિવસનો પગાર મળશે તેવી પણ જાહેરાત ગુજરાત રાજ્ય સરકારે આજે કરી છે. વધુમાં સહાય અને શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા પણ વધારાઇ છે જે અગાઉ 47 હજાર રૂપિયા સુધીની જ હતી.

English summary
Gujarat government decides 50% hike in Asha worker salary. Read here more details on this news.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.