તાત્કાલિક આ કામ કરી લો, નહીં તો બંધ થઈ જશે રેશન કાર્ડ
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રેશનકાર્ડ ધારકો માટે નવો આદેશ જાહેર કર્યો છે. સરકારી અનાજનો લાભ મેળવતા તમામ સભ્યોએ હવે વહેલી તકે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
જો કોઈ સભ્ય નિર્ધારિત સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેમને મળતું મફત અનાજ બંધ થઈ શકે છે. સરકારનો મુખ્ય હેતુ નકલી લાભાર્થીઓને સિસ્ટમમાંથી દૂર કરી પારદર્શકતા લાવવાનો છે.

આ પ્રક્રિયા દ્વારા બોગસ રેશનકાર્ડ રદ કરવામાં આવશે અને માત્ર જરૂરિયાતમંદ પરિવારોને જ યોજનાનો લાભ મળશે. વેરિફિકેશન કરાવનાર સભ્યોને કોઈપણ અડચણ વગર નિયમિતપણે અનાજનું વિતરણ ચાલુ રાખવામાં આવશે.
નાગરિકો પોતાની ગ્રામ પંચાયતમાં VCE ઓપરેટર પાસે જઈને ઈ-કેવાયસીની કામગીરી વિનામૂલ્યે કરાવી શકે છે. આ ઉપરાંત નજીકની સસ્તા અનાજની દુકાને ફિંગરપ્રિન્ટ આપીને પણ વેરિફિકેશન પ્રક્રિયા સરળતાથી થઈ શકશે.
સ્થાનિક પોસ્ટ ઓફિસ અને મામલતદાર કચેરી ખાતે પણ આ સુવિધા સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બાયોમેટ્રિક પ્રક્રિયા હોવાથી રેશનકાર્ડમાં નોંધાયેલા સભ્યોએ આધાર કાર્ડ સાથે રૂબરૂ હાજર રહેવું પડશે.
ટેકનોલોજીના માધ્યમથી ઘરે બેઠા કામ પતાવવા માંગતા લોકો માટે 'માય રેશન' (My Ration) એપ લોન્ચ કરાઈ છે. પ્લેસ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી આધાર નંબર દ્વારા સેલ્ફ ઈ-કેવાયસી કરી શકાય છે.
સરકારી તંત્ર અને માહિતી બ્યુરોએ તમામ કાર્ડ ધારકોને વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવા અપીલ કરી છે. સમયસર નોંધણી અપડેટ કરાવવાથી ભવિષ્યમાં અનાજ મેળવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થશે નહીં.












Click it and Unblock the Notifications
