Gujarat Government Employee Holiday: ગુજરાતના સરકારી બાબુઓને લીલા લેર, 2025માં 156 દિવસ કામ નહીં કરે

Gujarat Government Employee Holiday: ગુજરાત સરકારના જાહેર વહિવટ વિભાગ GAD દ્વારા જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 સુધીમાં વિવિધ વિભાગો માટે 42 મેળા, ઉત્સવ, તહેવારોની ઉજવણી માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

આ વિવિધ આયોજનોના કારણે વર્ષના 365 દિવસમાંથી ગુજરાત સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને કુલ 156 દિવસ કામમાંથી મુક્તિ મળશે. એટલે કે વર્ષ 2025માં સરકારી બાબુઓને 156 રજાઓ મળશે.

આ 42 કાર્યક્રમોમાં જાન્યુઆરી પતંગ મહોત્સવ, વાઈબ્રન્ટ ગુજરાત, કરૂણા અભિયાન, ખેલ મહાકુંભ, પ્રજાસત્તાક દિવસ અને ઉત્તરાર્ધ કુલ મળીને 6 ઉત્સવોની ઉજવણી કરવામાં આવશે.

નવેમ્બરમાં તાનારીરી મહોત્સવ, કૃષિ મહોત્સવ, શામળાજીનો મેળો, ચિંતન શિબિર, રણોત્સવ, સંવિધાન દિવસ અને શાળા આરોગ્ય ચકાસણી એમ કુલ છ કાર્યક્રમોનું આયોજન કરવાની જાહેરાત કરી છે. વર્ષમાં સૌથી વધુ કાર્યક્રમો આ બંને મહિનામાં યોજાશે.

Gujarat Government Employees

ઉલ્લેખનીય બાબત છે કે, એપ્રિલમાં એક પણ ઉજવણી કરવામાં આવશે નહીં. મે-જુલાઈમાં એક-એક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમોના કારણે સરકારી વિભાગના કામોમાં અવરોધ આવશે.

વર્ષ 2025માં વાર-તહેવારની 42 રજાઓ હશે. આ સાથે રવિવાર અને બીજા-ચોથા શનિવારની રજા, સીએલની ગણતરી કરવામાં આવે તો, 156 રજાઓ રહેશે.

આ રજાઓમાં હક રજા અને માંદગીની રજાઓની ગણતરી કરવામાં આવી નથી. આની ગણતરી કરવામાં આવે તો વર્ષમાં કુલ 209 દિવસ સરકારી કચેરીઓ ચાલુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X