For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MoUમાં ભારતના નકશા અંગે ગુજરાત સરકારની સ્પષ્ટતા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 23 સપ્ટેમ્બર : અમદાવાદની મુલાકાતે આવેલા ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં હોટેલ હયાતમાં થયેલા MoUમાં એક પેમ્ફલેટમાં અરુણાચલ પ્રદેશને વિવાદાસ્પદ વિસ્તાર દર્શવવા મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે.

કોંગ્રેસની દલીલ છે કે સરકારે વાજતે -ગાજતે જેમનું સ્વાગત કર્યું તેમની સાથે કરારો કર્યા ત્યારે આવી બાબત તેમની જાણ બહાર કેવી રીતે રહી ગઈ. કોંગ્રેસે આ મુદ્દે વડા પ્રધાન માફી માગે તેવી રજૂઆત કરી હતી.

india-map-disputed-arunachal-pradesh

જોકે ગુજરાત સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ચીન સાથે કરાયેલા MOUના દસ્તાવેજોમાં આ નકશો નથી. રાજ્ય સરકારે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે આ નકશો ગુઆંગડોંગ પ્રાત અને ગુઆંગઝાઉ શહેરને દર્શાવે છે. નકશાને લઈને ગુજરાત સરકારના કોઈ અધિકારીએ સહીસિક્કા નથી કર્યા. ના તો ગુજરાત સરકારે આવા કોઈ નકશાને સ્વીકાર્યો છે.

વધુમાં આ નિવેદમાં ઉમેર્યું છે કે, આ નકશો ભૌગોલિક સ્થિતિ, વસતી વિગેરેના આંકડા દર્શાવે છે અને તે કોઈ પણ એમઓયુનો ભાગ નથી.
ચીન દ્વારા લદાખના ચુમાર સેક્ટરમાં ચીનની સતત ઘૂષણખોરીને પગલે કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે બાદ ગુજરાત સરકારે આ મુદ્દે નિવેદન આપ્યું છે.

English summary
Gujarat government give clarification on misrepresentation of Indian map in MoU.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X