ચક્રવાત બિપરજોયમાં અસરગ્રસ્તોને ગુજરાત સરકાર આપશે સહાય, જાણો કોને મળશે રોકડ રકમ?
બિપોરજોય વાવાઝોડામાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા લોકોને ગંભીર અસર થઈ છે. ઘણા લોકોને પોતાના ઘર અને સંપત્તિ છોડીને બીજે સ્થળાંતરીત થઈ ગયા છે. આવા તમામ લોકો માટે એક રાહતનાં સમયચાર છે. અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વાવાઝોડાનાં કારણે સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ પ્રતિદિન 100 રૂપિયા અને બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો હિતકારી નિર્ણય લેવાયો છે. નોંધવા યોગ્ય બાબત એ છે કે મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશ ડોલ્સની ચુકવણી કરવામાં આવશે.

પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડા દરમ્યાન બીજે સ્થળાંતરીત કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને તેઓની દૈનિક જરૂરીયાતો ધ્યાનમાં રાખીને મહત્તમ 5 દિવસ માટે એક ચોક્કસ રકમ આપવામાં આવશે જેમાં પૂખ્ત વયની વ્યક્તિ માટે રોજનાં રૂ 100 અને બાળકદીઠ રૂ. 60 પ્રતિદિનની સહાય રોકડ ચુકવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ રીતે પુખ્ત વયનાં લોકોને મહત્તમ 500 અને બાળકોને 300 રૂપિયા આપવામાં આવશે.
રાજ્યપાલનાં હુકમથી કરવામાં આવેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને દૈનિક રોકડ સહાય (કેસડોલ)ની સહાય ચુકવવા માટેના ધોરણો રજૂ કર્યો છે. આ દિવસોમાં SDRF/NDRF દ્વારા આપવામાં આવતી તમામ સહાય લાભાર્થીનાં બેન્ક આકાઉન્ટમાં જમા કારવવાની હોય છે. પરંતુ હાલનાં સંજોગોમાં બેન્કિંગ સુવિધાઓ પણ બંધ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઠરાવ મુજબ વહીવટી તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે. વહીવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલા અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મેળવવા માટે મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચુકવવાની જરૂરિયાત ઉદ્ભવતા મહેસુલ વિભાગના ઠરાવથી સહાયની રકમ ચુકવવાની થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
