For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડના પીડિતો માટે વધુ 3 કરોડ આપશે ગુજરાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 25 જૂન: ગુજરાત સરકારે ઉત્તરાખંડના પીડિતો માટે સોમવારે મુખ્યમંત્રી રાહત કોષમાંથી વધુ 3 કરોડ રૂપિયાની સહાયતા રાશિ આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ગત અઠવાડિયે પૂર પીડિતો માટે 2 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગત અઠવાડિયે ગુજરાત સરકારે ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે સર્જાયેલી તબાહીમાં ત્યાં ફસાયેલા લોકોને રાહત માટે 2 કરોડ આપવાની જાહેરાત કરી હતી.

narendra-modi

જાહેર કરવામાં આવેલી આધિકારીક વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરાખંડમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોડી સાંજે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણા સાથે બેઠક યોજીને ઉત્તરાખંડની મેઘતાંડવની વિનાશક કુદરતી આફતમાં તારાજ થયેલા પ્રસિદ્ધ કેદારનાથ તીથર્ના પરિસરનો આધુનિક જિર્ણોદ્ધારની જવાબદારી લેવા ગુજરાત તૈયાર છે તેવી દરખાસ્ત કરી હતી.

English summary
Gujarat government today offered a financial assistance of Rs 2 crore to rain-ravaged Uttarakhand for relief and rescue operations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X