નરોડા પાટિયા કેસ: કોડનાની અને બજરંગી માટે ફાંસીની માંગણી કરશે ગુજરાત સરકાર
ગાંધીનગર, 17 એપ્રિલ: નરોડા પાટીયા કેસમાં ગુજરાતના નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા માયાબેન કોડનાની અને બાબુ પટેલ ઉર્ફે બજરંગી સહિત 10 દોષીઓને ફાંસી આપવાની અપીલ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ 2012માં અમદાવાદના સ્પેશિયલ કોર્ટે માયાબેન કોડનાનીને 28 વર્ષઈન સજા સંભળાવી હતી. માયાબેન કોડનાની અમદાવાદના છેવાડે નરોડા પાટિયામાં 2002ના રમખાણો દરમિયાન 97 લોકોના મોતના ઘાટ ઉતારવાના દોષી ગણવામાં આવ્યાં છે, જ્યારે બાબૂ પટેલ બજરંગીને કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી હતી. માયાબેન કોડનાની અને બાબૂ બજરંગી નરોડા ગામ કોમી રમખાણ કેસના આરોપી છે. આ કેસમાં જો કે ચૂકાદો આપવાનો હજુ બાકી છે.
ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારે અન્ય દોષીઓની સજા વધારવાનું મન બનાવી લીધું છે. તેના માટે તે જલ્દી જ આવા 22 ગુનેગારોની સજા 30 વર્ષ કરવા માટે અપીલ કરશે જેને કોર્ટે 14 વર્ષની સંભળાવી છે. જે 29 લોકોએ સ્પેશિયલ કોર્ટે બેનિફિટ ઓફ ડાઉટના આધારે છોડી મુક્યા છે તેમના વિરૂદ્ધ પણ અપીલ કરવામાં આવશે.
તેના માટે ગુજરાત સરકારે હાઇકોર્ટમાંથી પરવાનગી લેવી પડશે. સરકાર દ્રારા વકીલોની જે ટીમ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરશે, તેમાં એક વ્યક્તિએ જણાવ્યું છે કે આ કેસમાં અપીલ કરવાનો નિર્ણય પહેલાંથી જ લેવામાં આવ્યો છે.