For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત GSET પરીક્ષાઃ એડમિટ કાર્ડ જાહેર, આ રહી પેપરની પેટર્ન

ગુજરાત GSET પરીક્ષાઃ એડમિટ કાર્ડ જાહેર, આ રહી પેપરની પેટર્ન

|
Google Oneindia Gujarati News
Gujarat GSET 2019 Admit Card

* 29 ડિસેમ્બરે સવારે 9.30 વાગ્યે લેવાશે પરીક્ષા

* પહેલું પેપર 100 માર્કનું અને બીજું 200 માર્કનું હશે

આગામી 29 ડિસેમ્બરે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) પરીક્ષાનું આયોજન થનાર છે. જે ઉમેદવારો આ પરીક્ષા માટે એડમીટ કાર્ડનો ઈંતેજાર કરી રહ્યા છે તેમને જણાવી દઈએ કે મહારાજા શાયાહુરાઓ યૂનિવર્સિટીએ પરીક્ષાના એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઈટ Gujaratset.in પર જાહેર કરી દીધાં છે.

કેવી હશે પરીક્ષાની પેટર્ન

પરીક્ષામાં બે પેપર સામેલ હશે. પહેલું પેપર 100 માર્કનું હશે જેમાં કુલ 50 પ્રશ્નો હશે, જ્યારે બીજું પેપર 200 માર્કનું હશે અને તેમાં 100 પ્રશ્નો હશે. પરીક્ષા 29 ડિસેમ્બરે સવારે 9.30 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી લેવાશે. પહેલા પેપરમાં 50 ફરજીયાત પ્રશ્નો હશે જેમાં દરેક પ્રશ્નના 2 માર્ક મળશે.

જે પ્રશ્ન જનરલ નેચરના હશે, અભ્યાર્થીના શિક્ષણ/ અનુસંધાનની યોગ્યતાનું આકલન કરવાનું હશે. આ મુખ્ય રૂપે ઉમેદવારની તર્ક ક્ષમતા, સમજ, વિચલિત સોચ અને સામાન્ય જાગરૂકતાનું પરીક્ષણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવશે. બીજાં પેપરમાં 2 અંકોના પ્રત્યેક 100 ઓબ્જેક્ટિવ પ્રકારના ફરજીયાત પ્રશ્નો હશે, જે ઉમેદવાર દ્વારા પસંદ કરાયેલા વિષય પર આધારિત હશે.

GSET 2019 Admit Card કેવી રીતે ડાઉનલોડ કરશો

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈ gujaratset.in પર જાઓ.
  • 'Login to download hall ticket' પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલશે
  • માગેલી જાણકારી ભરો
  • એડમિટ કાર્ડ સ્ક્રિન પર દેખાવા લાગશે.
  • પ્રિન્ટઆઉટ લઈ લો.

ગુજરાત વિજ કંપનીમાં વિદ્યુત સહાયકના 2087 પદ પર ભરતી, જાણો પગારધોરણગુજરાત વિજ કંપનીમાં વિદ્યુત સહાયકના 2087 પદ પર ભરતી, જાણો પગારધોરણ

English summary
Gujarat GSET 2019 admit card, paper pattern of GSET exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X