For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું દર ત્રીજુ બાળક કુપોષણનો શિકાર છેઃ CAG

ગુજરાત છેલ્લા ઘણા વર્ષોથી બાળ અને માતૃત્વ કૂપોષણ સામે લડી રહ્યુ છે. વર્ષ 20013 માં CAG એ ધ્યાન દોર્યુ હતુ કે અમુક બાળકોને પૂરક આહાર પૂરો પાડવા છતાં રાજ્યમાં દર ત્રીજુ બાળક અંડરવેઈટ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત છેલ્લા ઘણા વર્ષોથી બાળ અને માતૃત્વ કૂપોષણ સામે લડી રહ્યુ છે. વર્ષ 20013 માં Comptroller & General (CAG) ધ્યાન દોર્યુ હતુ કે વર્ષ 2007-12 દરમિયાન અમુક બાળકોને પૂરક આહાર પૂરો પાડવા છતાં રાજ્યમાં દર ત્રીજુ બાળક અંડરવેઈટ છે. ભારતના ખાદ્ય નિયમનકાર સીઈઓએ મંગળવારે જણાવ્યુ કે ગુજરાત કે જે ફૂડ ફોર્ટિફિકેશનમાં આગળ પડતુ છે તે હવે પાછળ પડી રહ્યુ છે. તેના કરતા હરિયાણા જેવા રાજ્યો તેનું ઝડપથી અમલીકરણ કરી રહ્યા છે. ફૂડ ફોર્ટીફીકેશન એટલે કે ખોરાકમાં સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરીને તેની ગુણવત્તામાં વધારો કરવો.

pawan agrawal

અહીં એક ઈવેન્ટમાં બોલતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાડન્ડર્ડ્ઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના સીઈઓ પવન અગ્રવાલે જણાવ્યુ કે, 'ગુજરાત ફૂડ ફોર્ટિફિકેશનની પહેલમાં આગળ હતુ. 2006 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા) ત્યારે તેઓ રાજ્ય તરફથી ખાદ્યતેલ અને ઘઉંનો લોટનું ફોર્ટિફિકેશન કરવાની શરૂઆત કરી હતી... હું કહેવા માંગુ છુ કે ગુજરાતે પહેલ કરી છે અત્યારે તે થોડુ પાછળ રહી ગયુ છે.'

આ પણ વાંચોઃ Happy Teachers Day 2018: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શિક્ષકોને પાઠવી શુભકામનાઓઆ પણ વાંચોઃ Happy Teachers Day 2018: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શિક્ષકોને પાઠવી શુભકામનાઓ

અગ્રવાલે કહ્યુ કે, 'FSSAI હાલમાં ઘઉંના લોટ, ખાદ્યતેલ, દૂધ, મીઠુ અને ચોખા સહિત પાંચ મહત્વના સ્ટેપલ ફૂડને સક્ષમ બનાવીને સૂક્ષ્ણમ પોષકતત્વોની ખામીઓને દૂર કરવા માટે સમગ્ર દેશમાં ઝૂંબેશ ચલાવી રહ્યુ છે. હરિયાણા અને અન્ય રાજ્યો ઝડપી ગતિએ ફૂડ ફોર્ટિફિકેશનનું કામ કરી રહ્યા છે. આ સ્પર્ધા તમારા (ગુજરાત) માટે અઘરી બની રહી છે. રાજ્યએ ફરીથી આ દિશામાં પૂરજોશમાં કામ કરવાની જરૂર છે.' તેમણે ઉમેર્યુ કે, 'ફૂડ ફોર્ટિફિકેશન એ ખોરાકમાં સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવા માટેનો સીધો અને સસ્તો ઉપાય છે. વળી, ફૂડ ફોર્ટિફિકેશનથી ખોરાકમાં આયર્ન, ફોલિક એસિડ અને અન્ય વિટામિનોની ઉણપ પણ દૂર કરે છે.'

આ પણ વાંચોઃ કૈલાશ માનસરોવર યાત્રાઃ રાહુલ ગાંધીના નોનવેજ ખાતા વાયરલ સમાચારનું સત્યઆ પણ વાંચોઃ કૈલાશ માનસરોવર યાત્રાઃ રાહુલ ગાંધીના નોનવેજ ખાતા વાયરલ સમાચારનું સત્ય

FSSAI ના સીઈઓએ તેમછતાં ખાદ્ય સુરક્ષા માટે શ્રેષ્ઠ દેખાવ કરતા રાજ્યોમાંના એક બનવા બદલ ગુજરાતને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યુ કે, 'દેશભરમાં ખાદ્ય સુરક્ષા વહીવટની શાખ અમુક હદ સુધી સારી નથી. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં રાજ્ય ખાદ્ય વહીવટ દેશભરના શ્રેષ્ઠ દેખાવ કરતા રાજ્યો પૈકીનું એક છે.' અગ્રવાલે RUCO (Rupurpose Used Cooking Oil) એપ્લીકેશન પણ શરૂ કરી હતી.

English summary
gujarat has fallen behind in food frotification fssai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X