Gujarat Rain : રાજ્યમાં અત્યારસુધી સિઝનનો સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો, જાણો ક્યાં વરસ્યો સૌથી વધુ વરસાદ?
Gujarat Rain: ગુજરાતમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 11 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 68.79 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં 66.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, કચ્છમાં 65.13 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC,ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.

વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય ગુજરાતના કુલ 206 ડેમમાંથી 52 ડેમ હાઈએલર્ટ એટલે કે 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 25 ડેમ એલર્ટ પર તેમજ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 75 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
Gujarat News: રાજ્યમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ 82.35 ટકા વિસ્તારમાં ખરીફ -ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં 2.65 લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. ગુજરાતના માછીમારોને તા. 11થી 14 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. હાલની સ્થિતિમાં રાજ્યના તમામ ગામોમાં વીજ પુરવઠો તેમજ એસ.ટી બસના તમામ 14,598 રૂટ પર 40,264 ટ્રીપ કાર્યરત છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો








Click it and Unblock the Notifications
