For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના સુરતમાં કોમ્યુનિટી પોલિસિંગ પ્રોજેક્ટનો આરંભ

|
Google Oneindia Gujarati News

gujarat-police
સુરત, 27 માર્ચ : સુરત જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ ભર્યા સબંધ વિકસાવવાના ઉદ્દેશ્યથી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રયાસના ભાગરૂપે કોમ્યુનિટી પોલિસિંગ પ્રોજેક્ટ હેઠળ ખોલવડ ખાતે 'કુટુંબ સહાયતા કેન્દ્ર' અને કડોદરા ખાતે 'ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યું છે. આ સહાયતા કેન્દ્રો પર લોકો 24 કલાક મદદ મળી રહે તે માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.

સુરત રેન્જંના વડા હસમુખ પટેલના માર્ગદર્શનથી ગુજરાત રાજ્યમાં પંચવર્ષીય યોજના 2012-13 અંતર્ગત પોલીસની કામગીરીને લોકોપયોગી બનાવવા માટે ખોલવડ ખાતેની વિભાગીય પોલીસ અધિકારી સુરત ડિવીઝનની કચેરીની સામે 'કુટુંબ સહાયતા કેન્દ્ર' અને કડોદરા ચોકી ચાર રસ્તા ખાતે 'ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર' 25મીથી શરૂ કરવામાં આવ્યું છે.

'કુટુંબ સહાયતા કેન્દ્ર'માં બાળકો, મહિલાઓ તથા વૃધ્ધોને લગતા કૌટુબિંક - સામાજિક પ્રશ્નો તથા તેઓને સ્પર્શતી સમસ્યાઓના કાઉન્સેલિંગ દ્વારા ઝડપી નિરાકરણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે 'ઓદ્યોગિક સુરક્ષા કેન્દ્ર'માં શ્રમજીવીઓ તથા ઉદ્યોગપતિ-વેપારી મંડળ સાથે થતાં સંઘર્ષને નિવારવા મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સમજાવટ દ્વારા પ્રશ્નનો ઉકેલ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ કેન્દ્રમાં પોલીસતંત્રના સાથ સહકારથી દબાયેલા-કચડાયેલા વર્ગને પોતાના અધિકારો પ્રત્યે સજાગ કરી તેનો લાભ લેવા સક્ષમ બનાવવાની દિશામાં જરૂરી પ્રયત્નો કરવામાં આવશે. જેથી આ લોકોને પણ મુખ્ય પ્રવાહમાં જોડી સક્ષમ- સુરક્ષિત અને તંદુરસ્તો સમાજનું નિર્માણ કરી શકાય છે.
જરૂરતમંદોને તાત્કાલિક રાહત મળી રહે અને યોગ્યજ માર્ગદર્શન મળે તે માટે 24 કલાક ચાલતી હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે.

જેમાં 'કુટુંબ સહાયતા કેન્દ્ર' માટે 1091 (02621-253662 અને મો. 9000001901) તથા 'ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર' માટે 1096 (02622-271233 અને મો. 9099901902) પર સંપર્ક સાધી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજમાં પોલીસની છાપને લોકોપયોગી બનાવવાની સાથે લોકો પોતાના અધિકારોને સમજે અને કાયદામાં રહી કાયદાનું સન્માન કરતા થાય તે જિલ્લા પોલીસનો ઉદ્દેશ્ય છે. આ પ્રયાસ આવનારા દિવસોમાં પોલીસ અને પ્રજા વચ્ચે મૈત્રીભર્યા સબંધની સાથે રાજ્ય માટે પણ આદર્શ પૂરવાર થશે.

English summary
Gujarat has started community policing project in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X