For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકો પાસેથી ટ્યુશન ફી લઈ શકે છે ખાનગી શાળાઓ, અદાલતે આપી મંજૂરી

કોરોના સંકટના આ સમયમાં ખાનગી શાળાઓ બાળકો પાસેથી ટ્યુશન ફી લઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટના આ સમયમાં ખાનગી શાળાઓ બાળકો પાસેથી ટ્યુશન ફી લઈ શકે છે. ખાનગી શાળાઓને આ મંજૂરી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે. સાથે જ કહ્યુ છે કે આવી શાળાઓ ટ્યુશન ઉપરાંત કોઈ ફી લઈ શકશે નહિ. ખંડપીઠે કહ્યુ કે જ્યાં સુધી સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી સિવાય બીજી કોઈ ફી વસૂલવામાં આવશે નહિ. તમને જણાવી દઈએ કે પ્રાઈવેટ સ્કૂલો દ્વારા ફી વસૂલવા મામલે હાઈકોર્ટે બુધવારે આ આદેશ આપ્યા. મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ જે બી પર્ડલવાલાની ખંડપીઠે કહ્યુ, 'બાળકોને એક યોગ્ય શિક્ષણ આપવા અને સ્કૂલોથી બચાવવા રાખવાની મંજૂરી આપવા વચ્ચે સંતુલન બનાવવુ જોઈએ. એ ધ્યાન રાખવુ જોઈએ કે જે સ્કૂલ બાળકોને ટ્યુશન આપી રહ્યા છે તેમને પણ પોતાનો ખર્ચ ચલાવવા માટે વસૂલી કરવાની છે.'

'ઑનલાઈન શિક્ષણ સ્કૂલો તરફથી વ્યર્થ પ્રયાસ નથી'

'ઑનલાઈન શિક્ષણ સ્કૂલો તરફથી વ્યર્થ પ્રયાસ નથી'

અદાલતે કહ્યુ કે સ્કૂલોની ફી જમા કરાવવાની મંજૂરી ન આપવી કોઈ નાની સ્કૂલોને સ્થાયી રૂપે બંધ કરવા માટે મજબૂર કરશે જ્યારે છાત્રોને લાંબા સમય સુધી શિક્ષણ આપવુ તેમના સંજ્ઞનાત્મક અને સામાજિક વિકાસને પ્રભાવિત કરશે. ન્યાયાધીશોએ કહ્યુ કે માતાપિતાએ એ અનુભવવુ જોઈએ કે ઑનલાઈન શિક્ષણ સ્કૂલો તરફથી એક વ્યર્થ પ્રયત્ન નથી.

સ્કૂલોને પણ આપી આ સલાહ

સ્કૂલોને પણ આપી આ સલાહ

પીઠે કહ્યુ કે આવા જ સમયમાં, સ્કૂલોને માતાપિતા દ્વારા સામનો કરવામાં આવી રહેલી આર્થિક અસ્થિરતા વિશે પણ ખબર હોવી જોઈએ. વળી, અમુક પ્રાસંગિક કલમોનો હવાલો આપીને અદાલતે સરકારને કહ્યુ કે સંતુલન જાળવી રાખવા માટે દરેક સંભવ પ્રયત્ન કરે જેથી માતાપિતાના હિત સાથે સાથે ખાનગી મદદ મેળવતી સ્કૂલોના મેનેજમેન્ટ હિતની પણ રક્ષા કરી શકાય.

આ રીતે હાઈકોર્ટ પહોંચ્યો હતો કેસ

આ રીતે હાઈકોર્ટ પહોંચ્યો હતો કેસ

તમને જણાવી દઈએ કે આ પહેલા હાઈકોર્ટ સામે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ તરફથી એડવોકેટ વિશાલ દવેએ દલીલ કરી હતી કે, 'લૉકડાઉનના 3 મહિના સુધી વાલીઓની હાલત દયનીય બની ગઈ છે. એવામાં સ્કૂલો બંધ હોવા છતાં સંચાલક ફી ભરવા માટે દબાણ કરી રહ્યા છે. સરકારે આ બાબતે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.' ત્યારે સરકારે કહ્યુ હતુ કે ખાનગી સ્કૂલો અત્યારે ફી નહિ વસૂલે. ત્યારબાદ ખાનગી સ્કૂલો તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ''બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'

English summary
Gujarat HC orders- Private schools can collect tuition fees from the parents of students
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X