Gujarat Weather Alert : ગુજરાતમાં ઉનાળો શરૂ થવાની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે?

Gujarat Weather Alert : ગુજરાતમાં આવતા દિવસોમાં ઉનાળાની અસર વધુ ઊંડી થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હીટવેવની ફ્રિકવન્સી વધી જવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન નિષ્ણાતોના મતે, શિયાળાની ઋતુ દરમિયાન જ સંકેત મળી રહ્યા હતા કે આ વર્ષનું ઉનાળો ખૂબ જ તીવ્ર રહેશે. શિયાળામાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા હતા, જેના કારણે આ વખતે ઠંડી ટૂંકી રહી.

Gujarat Weather Alert

ફેબ્રુઆરીની મધ્ય પછીથી જ તાપમાનમાં ધીમી ગતિએ વધારો થવા લાગ્યો હતો અને અત્યાર સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય રીતે ઉનાળામાં ભેજ અને ગરમ પવનને કારણે અકળામણ અનુભવાતી હોય છે. આ વર્ષે પણ ફેબ્રુઆરીથી જ ભેજ અને ગરમ પવન શરૂ થઈ ગયા છે, જેના કારણે લોકોને ઉનાળાની અસરો વહેલી જોવા મળી રહી છે.

હવામાન વિભાગે ઉનાળાની ઋતુ માટે પણ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. માર્ચથી મે મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના વિશ્લેષણ અનુસાર, ચાલુ વર્ષનું ઉનાળો ખૂબ જ આકરો રહેશે, અને સામાન્ય કરતાં ઊંચું તાપમાન જોવા મળશે.

લોકોને હીટવેવના પ્રભાવથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. મોડી બપોરે બહાર જવાની અવશ્યકતા હોય તો તાપમાનથી બચવા પૂરતી તકેદારી રાખવી. તાપમાનના વધારા અને ગરમીને લીધે પાણીની તંગી, આરોગ્ય પર અસર અને વીજ ઉપભોગમાં વધારો થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X