Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 181 તાલુકામાં વરસાદ, વડગામમાં આભ ફાટવા જેવી સ્થિતી
Gujarat Rain : શનિવારે મધરાતથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા જોઈએ તો, બનાસકાંઠા જિલ્લાના વડગામ માં સૌથી વધુ ૭.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તેમ મોડાસામાં ૬.૨૨ ઇંચ, તલોદમાં ૫.૩૧ ઇંચ અને સિદ્ધપુરમાં ૬.૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે.

અન્ય વરસાદના આંકડાઓમાં દેહગામમાં ૪.૮૦ ઇંચ, કઠલાલમાં ૪.૧૭ ઇંચ, મહેસાણામાં ૩.૯૮ ઇંચ, લુણાવાડામાં ૩.૯૦ ઇંચ, પ્રાંતિજમાં ૩.૬૬ ઇંચ, કડાણામાં ૩.૫૮ ઇંચ, ડીસામાં ૩.૫૮ ઇંચ અને ધનસુરામાં ૩.૫૦ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ વરસાદી ઝાપટામાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રદેશોનો સમાવેશ થાય છે.
છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૮૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાંથી ૭૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ, ૩૮ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને ૨૦ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
આ ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં જળભરાવ, વાહનવ્યવહાર ખોરવાઈ જવા અને સ્થાનિક પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મુખ્ય શહેરોમાં અમદાવાદમાં આ સમયગાળા દરમિયાન ૧.૭૭ ઇંચ વરસાદ નોંધાયો છે.
સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
