Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજકોટના જંગલેશ્વરવાસીઓને મોટી રાહત, હાઈકોર્ટે ડિમોલેશન પર રોક લગાવી

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હજારો પરિવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ વિસ્તારમાં સૂચિત ડિમોલિશનની કામગીરી પર હાલ પૂરતો મનાઈ હુકમ આપી દીધો છે.

તંત્ર દ્વારા ૨૭ જાન્યુઆરીએ નોટિસ આપીને ઘર ખાલી કરવાના આદેશથી લોકોમાં ફાળ પડી હતી. જોકે, હાઈકોર્ટના આ તાજા આદેશને કારણે રાજકોટ મહાનગરપાલિકાને મોટો ઝટકો સહન કરવો પડ્યો છે.

અદાલતે ૧૩૫૮ પરિવારોને મોટી રાહત આપતા ડિમોલિશનની કામગીરી પર કામચલાઉ રોક લગાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલની સ્થિતિએ ૩ ફેબ્રુઆરીએ નિર્ધારિત તોડફોડની કાર્યવાહી થઈ શકશે નહીં.

હાઈકોર્ટે અરજદારોને પોતાની રજૂઆત કરવા માટે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જવા માટેનો નિર્દેશ આપ્યો છે. આ માટે અસરગ્રસ્તોને ૧૫ દિવસનો સમય અપાયો છે જેથી તેઓ કાયદેસરની લડત લડી શકે.

રેવન્યુ ટ્રિબ્યુનલને પણ આ સમગ્ર વિવાદનો આગામી ત્રણ મહિનામાં નિકાલ લાવવા સૂચના અપાઈ છે. આ ચુકાદાથી વર્ષોથી જંગલેશ્વરમાં વસવાટ કરતા પરિવારોને હંગામી ધોરણે કાયદાકીય રક્ષણ પ્રાપ્ત થયું છે.

ઉલ્લેખનીય છે કે જંગલેશ્વર સહિતની સાત સોસાયટીના રહીશોને અચાનક નોટિસ મળતા રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ડિમોલિશન રોકવા માટે લાંબા સમયથી ઉગ્ર રજૂઆતો અને આંદોલનાત્મક મિજાજ પણ બતાવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X