ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, હવેથી ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓ નિર્દેશ મંડળીમાં ગણાશે

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર દ્વારા સહકારી કાયદામાં સુધારો કરી સુગર મિલોને નિર્દેશ મંડળીમાંથી કાઢી પ્રાથમિક મંડળીમાં મૂકી દેવાના સુધારાને રદબાતલ કરી દીધો છે.

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર દ્વારા સહકારી કાયદામાં સુધારો કરી સુગર મિલોને નિર્દેશ મંડળીમાંથી કાઢી પ્રાથમિક મંડળીમાં મૂકી દેવાના સુધારાને રદબાતલ કરી દીધો છે. ખાંડ ફેક્ટરીના સભાસદોએ હાઈકોર્ટમાં રાજ્ય સરકારના સુધારાને પડકાર્યો હતો જેને લઈને થયેલી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે આ સુધારાને રદબાતલ ઠેરવ્યો હતો.

guj hc

રાજ્ય સરકારે 1982માં ખાંડ ઉત્પાદન સહકારી મંડળીઓનો પ્રાથમિક મંડળીમાંથી કાઢીને નિર્દિષ્ટ મંડળીમાં સમાવેશ કર્યો હતો. 2019માં રાજ્ય સરકારે આ કાયદામાં સુધારો કરીને ખાંડ ફેક્ટરીઓને પ્રાથમિક મંડળીઓમાં મૂકી દીધી હતી જેનો સભાસદોએ વિરોધ કર્યો હતો અને આ સુધારાને કોર્ટમાં પડકાર્યો હતો. નોંધનીય છે કે ગુજરાતમાં ખાંડ ઉત્પાદનનુ ટર્નઓવર લગભગ 4000 કરોડ રૂપિયા છે. રાજ્યમાં કુલ 27 ખાંડ ઉત્પાદક સહકારી મંડળી છે જેમાં લગભગ 4.5 લાખ સભાસદો છે. વળી, બીજા 5.5 લાખ લોકો ખાંડ ઉત્પાદન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

રાજ્ય સરકાર દ્વારા 2019માં કાયદામાં કરવામાં આવેલ સુધારાના કારણે સહકારી કાયદાની કલમ 74(c)(1)(v) ને રદ કરી જે કલમ દ્વારા ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરવામાં આવી હતી. આ સુધારાના કારણે ખાંડ સહકારી મંડળીઓમાં બોર્ડની ચૂંટણી કલેક્ટર દ્વારા નહિ પરંતુ બોર્ડ દ્વારા પોતાના નીમાયેલા ચૂંટણી અધિકારી દ્વારા થતી હતી જેના પરિણામો ઘણી ગેરરીતિઓ, પક્ષપાત અને ભેદભાવની સંભાવના રહેતી. ખાંડ સહકારી મંડળીના આ સુધારાને સભાસદોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી.

અરજદાર દ્વારા અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે વિધાનસભાનો આ કાયદો ગેરકાયદેસર, આપખુદશાહીવાળો અને મુકત તેમજ ન્યાયી ચૂંટણી કરવાના સિદ્ધાંતની અને સહકારી કાયદાની સિદ્ધાંતની વિરુદ્ધનો છે અને તેને રદ કરવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પિટિશને મંજૂર રાખવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે 2019ના સુધારાને રદબાતલ કરીને ઠરાવ્યુ કે સરકારે સુધારા પાછળ જે કારણો આપ્યા હતા તે બંધારણ વિરુદ્ધના છે. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાના કારણે હવેથી ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓને નિર્દેશ મંડળીમાં ગણવામાં આવશે અને કલમ 74(c)(1)(v) રદ ગણાશે નહિ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X