રાજ્ય સરકારને હાઇકોર્ટની ફટકાર, કયા કાયદામાં લખ્યુ છે આરોપીને થાંભલા સાથે બાંધીને માર મારવો?

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને વૈધક સવાલ કરતા જણાવ્યુ હતુ કે, આરોપીને થાંભલા સાથે બાંધીને માર મારવાનો કયા કાયદામાં છે? જસ્ટીસ એ.એસ. સુપહીયા અને જસ્ટીસ એમ.આર. મેગડેની ખઁડપીઠે લઘુમતી સમુદાયના સભ્યો પર પોલીસ અત્યાચારની ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. આ મામેલ પાંચ પોલીસ જવાનોને દોષિત ગણાવ્યા હતા. જેમા એક પીઆઇનો પણ સમાવેશ થાય છે. તેઓની વિરુદ્ધ ખાતાકીય કાર્વાહી પણ હોથ ધરવામાં આવી હતી અને તેઓને ચાર્જશીટ પણ ફટકારઇ હતી.

GUJARAT HIGH COURT
ગુજરાત હાઇકોર્ટે સરકારને પુછ્યુ હતુ કે, આરોપીઓને દોરડા સાથે જાહેરમાં બાંધીને માર મારવાના બનાવને તમે સ્વીકારો છો કે નહી . કા તો સાફ ઇન્કાર કરી દો કે, આવો કોઇ બનાવ બન્યો જ નથી. અથવા કહો કે, બનાવો બન્યો હતો કે, અને અમારી ફરજ હતી અને તેના કારણો આ છે.

સરકાર તરફથી અદાલતને જણાવામાં આવ્યુ હતુ કે, તેઓ આ બનાવને યોગ્ય ઠરાવવાનો પ્રયાસ નથી કરતા પરંતુ કેસ સંદર્ભ ચોક્કસ રેકર્ડ અને મીટરિયલ કોર્ટ સમક્ષ રજુ કરવા જોઇએ. માતરના ઉઘલા ગામે ગરબાના કાર્યક્રમને ડહોળવા માટે લઘુમતી સમુદાય દ્વારા પત્થરમારો કરવાનું સમગ્ર કાવતરુ પૂર્વઆયોજીત હતુ. અગાઉ પણ તેઓએ હોળીના તહેવારમાં વાતારવરણ ડહોળ્યુ હતુ. તેમના દ્વારા તહેવારનું અને શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવાના ભાગરૂપે કામ કરે છે. તે સમયે પરિસ્થિતિને કાબુમાં રાખવની તેમની પ્રધાન્યતા હતી.

ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ હતુ કે, પરિસ્થિતિને કાબુમાં લેવાઇ તે પદ્ધતિ સામે સવાલ નથી ઉઠાવી રહી પરંતુ કોઇ આરોપીને જાહેરમાં થાંભલા સાથે દોરડાથી બાંધીને માર મારવાનો ક્યા કાયદામાં જોગવાઇ છે. તે અમને બતાવો હાઇકોર્ટે સરકાર પક્ષ પાસે આ મામલે ખુલાસો માંગીને કેસની વધુ સુનવણી 6 જુલાઇએ રાખી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X