ભાજપને મોટો ઝાટકો, આ એક ભૂલને કારણે પબુભા માણેકે ગુમાવવું પડ્યું ધારાસભ્ય પદ
ભાજપને મોટો ઝાટકો, આ એક ભૂલને કારણે પબુભા માણેકે ગુમાવવું પડ્યું ધારાસભ્ય પદ
23 એપ્રિલે ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની 4 સીટ પર પેટા ચૂંટણી થનાર છે. તે પહેલા જ ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. દ્વારકા વિધાનસભા સીટ પર હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકની ઉમેદવારીને અયોગ્ય ગણાવતાં વિધાનસભામાં ભાજપની એક સીટ ઘટી છે. જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી 2017માં ઉમેદવારી ફોર્મણાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે ભૂલ કરી હોય હાઈકોર્ટે તેમને અમાન્ય ગણ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા મેરામણભાઈ આહિરે પબુભા માણેકની 2017માં વિધાનસભામાં થયેલ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. અગાઉ હાઈકોર્ટના જજ પરેશ ઉપાધ્યાયે આ કેસમાં સુનાવણી રિઝર્વ રાખી લીધી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી સમયે પબુભા માણેકે નોમિનેશન ફોર્મમાં પોતાની વિધાનસભા સીટ દ્વારકાનો ઉલ્લેખ કરતાં જ ભૂલી ગયા હતા છતાં ચૂંટણી પંચે તેમનું ઉમેદવારી ફોર્મ માન્ય કર્યું હતું, બાદમાં વિધાનસભાના રિઝલ્ટને મેરામણભાઈ આહિરે પડકાર્યું હતું.
ત્યારે પબુભા માણેકનું ઉમેદવારી ફોર્મ અયોગ્ય હોય વિધાનસભા ચૂંટણીના 2 વર્ષ બાદ હાઈકોર્ટે તેમની યોગ્યતાને અમાન્ય ગણાવી દીધી છે. ત્યારે ગુજરાતની દ્વારકા વિધાનસભા સીટ ખાલી થઈ છે. જો કે આ મામલે ચૂંટણી પંચે હજુ સુધી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી, ત્યારે દ્વારકા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો- જાણો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને આપેલા રાજીનામામાં શુ લખ્યું












Click it and Unblock the Notifications
