For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ધમકી ભર્યા પત્રો પાછળ ગુજરાતના અનામત આંદોલનનો હાથ છે?

|
Google Oneindia Gujarati News

પાછલા કેટલાક સમયથી ગુજરાતભરના અનેક શહેરામાં જાણીતા સ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. છાશવારે પોલિસ પાસે આવા પત્રોમાં આવી રહ્યા છે. જેમાંથી કેટલાકમાં કોઇ નનામા હોય છે તો કેટલાક પત્રો પર ઇન્ડિયન મુઝાહિદ્દીન અને અન્ય આતંકવાદી સંસ્થાઓ સાથે જોડાયેલા હોવાનું ઉલ્લેખ કરવામાં આવે છે.

આવા ધમકી ભરેલા પત્રો બાદ જ્યારે પોલિસ તંત્ર ડોગ સ્કોર્ડ અને બોમ્બ સ્કોર્ડ દ્વારા જે તે સ્થળની તપાસ કરે છે ત્યારે સધન તપાસ બાદ પણ તેમને કંઇક પણ શંકાજનક વસ્તુ પ્રાપ્ત નથી થતી.

ત્યારે છાશવારે બનતા આવા બનાવોથી કંટાળીને હવે પોલિસે કોના દ્વારા આવા પત્રો મોકલવામાં આવી રહ્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે. સાથે જ સ્થાનિક ગુપ્તરોની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્યારે આ પોલિસ તપાસમાં કેટલીક ચોંકવનારી માહિતીઓ પોલિસને હાથે લાગી છે જે નીચે મુજબ છે. તો જાણો આ વિષે નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

જાણો શું બહાર આવ્યું આ પોલિસ તપાસમાં

જાણો શું બહાર આવ્યું આ પોલિસ તપાસમાં

શરૂઆતમાં જ્યારે વડોદરામાં આવા ધમકી ભરેલા પત્રો મળવાની શરૂઆત થઇ ત્યારે પોલિસને લાગતું હતું કે આ પાછળ ખરેખરમાં કોઇ આતંકી સંગઠનનો હાથ હશે. જે ગુજરાતની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વડોદરાની પોસ્ટ ઓફિસ

વડોદરાની પોસ્ટ ઓફિસ

પણ જ્યારે સધન તપાસ કરવામાં આવી પોલિસને જાણવા મળ્યું આ પત્રો વડોદરાની ફતેગંજ અને રાવપુરા પોસ્ટ ઓફિસથી આવી રહ્યા છે.

સીસીટીવી સેટ કરવામાં આવ્યા

સીસીટીવી સેટ કરવામાં આવ્યા

જે બાદ પોલિસે આ બન્ને પોસ્ટ ઓફિસ પાસે સીસીટીવી કેમેરા ફીટ કર્યા છે. અને તેની પર પોલિસે ચાંપતી નજર રાખી છે.

અધિકારીઓ શું કહે છે

અધિકારીઓ શું કહે છે

આ કેસથી જોડાયેલા પોલિસ અધિકારીઓના મત મુજબ આવા ધમકી ભરેલા પત્રો દ્વારા જે તે વ્યક્તિ લોકોમાં ડર ઊભો કરવા માંગે છે.

અનામત આંદોલનનો હાથ

અનામત આંદોલનનો હાથ

જો કે પોલિસ તપાસમાં શંકાની સોય ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન પર પણ ગઇ છે. સુત્રોનું માનીએ તો આની પાછળ ગુજરાતમાં ચાલતા આંદોલનનો પણ હાથ હોઇ શકે છે.

અલ-કાયદાના નામે આવે છે લેટર

અલ-કાયદાના નામે આવે છે લેટર

નોંધનીય છે કે પ્રસિદ્ધ સોમનાથ મંદિર અને વડોદરાની યુનિવર્સિટી, પાર્ક, શાળા અને હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી ભરેલા પત્ર પોલિસને અત્યાર સુધીમાં મળ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ બસ સ્ટેન્ડ ઉડવાની ધમકી ભરેલ પત્ર પણ મળ્યા છે.

English summary
The series of hoax bomb threats in Gujarat are linked to the ongoing protests, police officials in the state have learnt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X