જિનપિંગ બાદ બીજા વર્લ્ડ લીડરને આવકારશે ગુજરાત

Written By:
Subscribe to Oneindia News

આ અઠવાડિયે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે 2 દિવસની ભારતની મુલાકાતે છે. 13 સપ્ટેમ્બરના રોજ શિન્ઝો આબે અમદાવાદ પધારશે. આ પહેલી ઘટના છે, જ્યારે કોઇ અન્ય દેશના વડાપ્રધાન દિલ્હીની જગ્યાએ સીધા અમદાવાદ આવશે. છેલ્લા 3 વર્ષમાં આ બીજી વાર ગુજરાત પૂર્વ એશિયાના મોટા નેતાને આવકારવા જઇ રહ્યું છે. આ પહેલાં સપ્ટેમ્બર 2014માં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે ગુજરાતની મુલાકાત લીધી હતી.

સાબરમતી આશ્રમની મુલાકાતે...

સાબરમતી આશ્રમની મુલાકાતે...

જાપાનના વડાપ્રધાન શિંઝો અબે અને તેમના પત્ની 13 સપ્ટેમ્બર ને બુધવારના રોજ અમદાવાદ પધારશે. અમદાવાદ આવ્યા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રથમ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યાર બાદ ગુરૂવારે બંને વડાપ્રધાન 12મી ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટમાં ભાગ લેશે. 2014 બાદ આ પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબેની 4થી એન્યુઅલ સમિટ છે.

જિનપીંગે પણ લીધી હતી સાબરમતી આશ્રમની મુલાકાત

જિનપીંગે પણ લીધી હતી સાબરમતી આશ્રમની મુલાકાત

સપ્ટેમ્બર 2014માં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ પણ ગુજરાત આવ્યા ત્યારે તેઓ પણ સાબરમતી આશ્રમની મુલાકાત લઇ ચૂક્યા છે. આ પ્રસંગે જિનપિંગે ખાસ ભારતીય વસ્ત્રો ધારણ કર્યા હતા. પીએમ મોદીએ જિનપિંગને ભેટ આપેલ ઓફ-વ્હાઇટ ખાદી જેકેટ તેમણે પહેર્યું હતું. ચીનના રાષ્ટ્રપતિએ અહીં ચરખો ચલાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તેમણે અમદાવાદના રિવરફ્રન્ટની પણ મુલાકાત લીધી હતી.

પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબેની મિત્રતા

પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબેની મિત્રતા

પીએમ મોદી અને જાપાની વડાપ્રધાન શિન્ઝો આબે એકબીજા સાથે અત્યંત સૌહાદ્રપૂર્ણ સમીકરણ ધરાવે છે. છેલ્લા 3 વર્ષમાં આ બંને વડાપ્રધાન જુદા-જુદા પ્રસંગે 10 વાર એકબીજાને મળી ચૂક્યાં છે. ભારતે હાઇ-સ્પીડ રેલ એટલે કે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે જાપાન સાથે હાથ મિલાવ્યા છે અને આ યોજના માટે જાપાન દ્વારા નજીવા દરે ભારતને લોન આપવામાં આવનાર છે. દેશના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે મોટા પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે અન્ય દેશ દ્વારા આટલો સગવડભર્યો કરાર કરવામાં આવ્યો હોય.

 મુંબઇ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ

મુંબઇ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ

ગુરૂવારે શિન્ઝો આબેની મુલાકાત પૂર્ણ થતાં પહેલાં તેઓ પીએમ મોદી સાથે સાબરમતી સ્ટેશન પર જઇ મુંબઇ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટની શરૂઆત કરશે અને ઉદ્યોગના પ્રતિનિધિઓનું સંબોધન પણ કરશે. મુંબઇ-અમદાવાદ વચ્ચેની આ બુલેટ ટ્રેન વર્ષ 2022માં શરૂ થવાની શક્યતા છે. ડિસેમ્બર, 2015માં જ્યારે શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે જ તેમણે જાહેરાત કરી હતી કે, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે જાપાન તરફથી 12 બિલિયન ડોલરની સોફ્ટ લોન આપવામાં આવશે.

English summary
Gujarat to host Japan PM Shinzo Abe, 2nd world leader after China's President Xi Jinping.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.