ગુજરાત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 92.53 ટકા આવ્યું

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 92.74 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેની સરખામણીએ 92.12 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ થઇ છે. અમદાવાદનાં મણિનગર ખાતે IIT-RAM શરૂ થશે એવી પણ આજે શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.જ્યારે સૌથી ઓછું ડાંગ જિલ્લાનું પરિણામ 59 ટકા આવ્યું છે. પાસ થવામાં છોકરીઓએ કરતાં છોકરાઓએ મેદાન માર્યુ છે.
સિદ્ધપુર-મીઠાપુર કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. 162 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ,
3020 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. 1.7 લાખ વિદ્યાર્થીઓને B+ ગ્રેડ પ્રાપ્ત થયો છે. 10787 વિદ્યાર્થીઓ JEEમાં પાસ થઇ ગયા છે. A Groupનું પરિણામ 94.10 % આવ્યું છે. B Groupનું પરિણામ 88.10 % આવ્યું છે. AB Groupનું પરિણામ 89.06 % આવ્યું છે.
અંગ્રેજી માધ્યમનું પરિણામ 96.76 % આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 91.98 % આવ્યું છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિની 19 જેટલી ઘટનાઓ નોંધાઇ છે. 297 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યું છે. 2 શાળાઓમાં 10 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે.












Click it and Unblock the Notifications
