ગુજરાત અમૂલ્ય છે, તેને ક્યારેય ખરીદી ના શકાય: રાહુલ ગાંધી

Posted By:
Subscribe to Oneindia News

રાહુલ ગાંધીએ ભાજપ દ્વારા નરેન્દ્ર પટેલને એક કરોડમાં ખરીદવામાં આવ્યા છે તે આક્ષેપ પણ ટિપ્પણી કરી છે. ઉલ્લેખનીય છે કે આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. જ્યાં તે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરની રેલીમાં જોડાશે અને અધિકૃત રીતે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં જોડશે. ત્યારે આ પ્રસંગે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે ગુજરાત અમૂલ્ય છે. તેને ક્યારેય ખરીદવામાં આવ્યું નથી. તેને ખરીદી શકાય પણ નહીં અને તમે તેને ક્યારેય ખરીદી નહી શકો. ઉલ્લેખનીય છે કે પાસ નેતા નરેન્દ્ર પટેલે રવિવારે જ ભાજપ દ્વારા તેમને 1 કરોડમાં ખરીદવામાં આવ્યા છે તેવો ઘટસ્ફોટ કર્યો છે. જે પછી રાહુલ ગાંધીની આ ટિપ્પણી આવી છે. 

rahul gandhi

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ જોડાણ-ભંગાણ ચાલી રહ્યું છે. આ તમામની વચ્ચે રાહુલ ગાંધી પણ આજ ે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અલ્પેશ ઠાકોર અને ઠાકોરેને કોંગ્રેસ તરફ ખેંચશે. સાથે જ તે આજે હાર્દિક પટેલને પણ મળશે તેવી સંભાવના રહેલી છે. વધુમાં ભાજપમાંથી આજે જ નીકળેલા પાટીદાર નેતા નિખિલ સાવની પણ રાહુલ ગાંધીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આમ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદારો તથા ઠાકોર અને ઓબીસી જ્ઞાતિના લોકોનું સમર્થન મળશે તેવી સંભાવના પ્રબળ છે. જે ભાજપની મુશ્કેલીઓ આવનારા સમયમાં વધારશે. 

English summary
Gujarat is priceless. It has never been bought. It can never be bought. It will never be bought: Rahul Gandhi
Please Wait while comments are loading...