ગાયોના મોત અંગે વીમા કંપનીએ આપ્યો મહત્વનો ચુકાદો

ગાય પર વીમાના પૈસા આપવા મામલે ભારતીય ગ્રાહક સુરક્ષા દ્વારા શું મહત્વનો ચૂકાદો આવ્યો છે તે અંગે દરેક પશુપાલક અને ખેડૂતે વાંચવું જોઇએ. જાણો વધુ અહીં

ગાયોના મોત અંગે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર કમિશન દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદી એ તેની ગાયો ના મરણ બાદ વીમા કંપની માં દાવો કર્યો હતો પણ વીમા કંપની એ વીમો નામંજૂર કરતા ફરિયાદીએ કમિશ્નને ફરિયાદ કરી હતી. જેના આધારે કમિશને ઓર્ડર આપવામાં આવ્યો હતો કે વીમા કંપની બે ગાય ના મોત અંગે વીમા કંપની રકમ ચૂકવે અને કોર્ટ ખર્ચ ના નાણાં પણ આપે. આમ આ ખૂબ મહત્વ નો ચુકાદો ગણવામાં આવે છે. આ બનાવની વિગતો એવી છે કે અમદાવાદના દસક્રોઈ ખાતે રહેતા વિનોદભાઈ પટેલે રૂપિયા 3.20 લાખની કિંમત ની પાંચ ગાયો ની ખરીદી 2 વર્ષ પહેલાં કરી હતી અને આ માટે સહકારી મંડળીમાંથી લોન પણ લીધી હતી. સાથોસાથ આઇ સી આઇ સી આઈ લોમબર્ડ માંથી. વીમો લીધો હતો. જેમાં ગાય દીઠ રૂપિયા 4495 પ્રીમિયમ પણ ભર્યું હતું. આ દરમિયાન ત્રણ ગાયો ના મોત થયા હતા.

Cow

જેમાં બહાર આવ્યું હતું કે બે ગાયોના મોત બીમારી ના કારણે થયા હતા. જેથી વિનોદભાઈએ વીમા કંપનીમાં દાવો કર્યો હતો પણ વીમા કંપની એ આ દાવો રિજેક્ટ કરતા વિનોદભાઈએ અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ સમિતિ માં અરજી કરી હતી પણ સમિતિએ તેમની અરજી નકારી કાઢી હતી. ત્યારબાદ વિનોદભાઇ અખિલ ભારતીય ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ માં રજુઆત કરતા સમિતિ ના પ્રમુખ મુકેશભાઈ પરીખે સ્ટેટ સમિતિમાં આ મુદ્દે અરજી કરીને વીમો પાસ કરાવવા માટે ની રજુઆત કરી હતી. જેમાં વિવિધ કારણો આપી કંપની દ્વારા રિજેક્ટ કરવામાં આવેલા દાવાનો વિરોધ કર્યો હતો. અને દલીલો સાંભળ્યા બાદ સ્ટેટ સમિતિ એ વીમા કંપનીને હુકમ કર્યો હતો કે ગાય ના મોત દીઠ રૂપિયા 40000 તેમજ 10000 રૂપિયા વિનોદભાઈને ચૂકવી આપવા. આમ, સ્ટેટ કમીશન દ્વારા મહત્વ નો ચુકાદો આપવામાં આવ્યો હતો .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X