ક્ષમા બિંદુએ પોતાની માંગમાં ભર્યુ પોતાના નામનુ સિંદૂર, વરરાજા અને પંડિત વિના કરી લગ્નની રસમો

ક્ષમા બિંદુએ બુધવારે 8 જૂને પોતાની માંગમાં પોતાના નામનુ જ સિંદૂર ભરી લીધુ છે.

વડોદરાઃ પોતાની સાથે જ લગ્નનુ એલાન કરીને 24 વર્ષીય ક્ષમા બિંદુ મીડિયા જ નહિ પરંતુ સોશિયલ મીડિયા પર પણ છવાઈ ગઈ છે. હવે ક્ષમા બિંદુએ બુધવારે 8 જૂને પોતાની માંગમાં પોતાના નામનુ જ સિંદૂર ભરી લીધુ છે. તમને જણાવી દઈએ કે ક્ષમા બિંદુએ પહેલા 11 જૂને પોતાની સાથે લગ્ન કરવાનુ એલાન કર્યુ હતુ પરંતુ નક્કી તારીખના 3 દિવસ પહેલા જ પોતાની સાથે લગ્ન કરી લીધા. ક્ષમા બિંદુએ આ પગલુ એ દિવસે થનાર વિવાદથી બચવા માટે લીધુ છે.

વિરોધના કારણે તેણે મંદિરમાં લગ્ન-વિધિ કરવાનુ ટાળ્યુ

વિરોધના કારણે તેણે મંદિરમાં લગ્ન-વિધિ કરવાનુ ટાળ્યુ

લગ્ન પછી ક્ષમાએ કહ્યુ કે, 'હું ઘણી ખુશ છે, છેવટે મારા લગ્ન થઈ ગયા છે.' તમને જણાવી દઈએ કે ક્ષમાએ 11 જૂને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ બાદમાં તેણે નિર્ણય બદલ્યો હતો અને 8 જૂને જ લગ્ન કરી લીધા હતા. શરુઆતમાં ક્ષમાએ મંદિરમાં લગ્ન કરવાનુ નક્કી કર્યુ હતુ પરંતુ સતત

'અન્ય દુલ્હન કરતા મારા લગ્ન એકદમ અલગ હતા'

'અન્ય દુલ્હન કરતા મારા લગ્ન એકદમ અલગ હતા'

24 વર્ષની ક્ષમા બિંદુએ બુધવારે ગોત્રીમાં આવેલા પોતાના ઘરે 40 મિનિટની ડિજિટલ વિધિ સાથે લગ્ન કર્યા હતા. તેના મિત્રોએ ફૂલોનો વરસાદ કર્યો હતો. આ લગ્નમાં વરરાજા કે પૂજારી કોઈ નહોતુ. ક્ષમાએ જણાવ્યુ કે, 'અન્ય દુલ્હન કરતા મારા લગ્ન એકદમ અલગ હતા. મારે લગ્ન કરીને ઘર છોડવુ પડ્યુ નથી. ઉતાવળે કરેલા આ લગ્નના સમારંભમાં મારા 10 મિત્રોને જ આમંત્રણ આપ્યુ હતુ. સત્તાવાર રીતે મારા લગ્ન થઈ ગયા છે અને કદાચ હું ભારતની પહેલી મહિલા છુ જેણે આમ કર્યુ છે.'

ક્ષમાએ પોતાની જાતને સારા જીવન માટે સાત વચનો પણ આપ્યા

ક્ષમાએ પોતાની જાતને સારા જીવન માટે સાત વચનો પણ આપ્યા

તમને જણાવી દઈએ કે પોતાની જાત સાથે લગ્ન કરનારી ક્ષમા બિંદુએ મહેંદી અને પીઠીની સેરેમની પણ કરી હતી. ક્ષમા કહે છે કે હું મંદિરમાં લગ્ન કરવા માંગતી હતી પરંતુ તેમ થઈ શક્યુ નહિ. કોઈ સમસ્યા ન થયા તે માટે મારે સ્થળ બદલવુ પડ્યુ. આ લગ્નમાં ક્ષમાએ પોતાની જાતને સારા જીવન માટે સાત વચનો પણ આપ્યા હતા. લગ્ન સમારંભમાં મહેમાનોએ ગીતો પર ડાંસ પણ કર્યો. ક્ષમાએ જ્યારે સોશિયલ મીડિયા પર લગ્ન વિશે જાહેરાત કરી ત્યારે તે ઘણી ટ્રોલ થઈ હતી. જ્યારે ઘણા લોકોએ તેના આ નિર્ણયને સાહસિક ગણાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X