ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 314 સિંહોના મોત થયા, સરકારે વિધાનસભામાં માહિતી આપી
ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા તાજેતરના આંકડાઓ મુજબ, છેલ્લા બે વર્ષ અને એક મહિનામાં રાજ્યમાં કુલ 314 સિંહોના મોત નીપજ્યા છે. કોંગ્રેસ ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યમાં સિંહોની કુલ સંખ્યા 911 પર પહોંચી છે.

રાજ્યમાં નોંધાયેલા સિંહોના કુલ મૃત્યુઆંકમાં 75 નર સિંહ, 91 સિંહણ અને 148 સિંહબાળનો સમાવેશ થાય છે, જે ચિંતાનો વિષય બન્યો છે. જોકે, વન વિભાગના અહેવાલ મુજબ મોટાભાગના એટલે કે 251 જેટલા સિંહોના મોત કુદરતી કારણોસર થયા હોવાનું સ્પષ્ટ થયું છે.
બીજી તરફ, કુલ 63 સિંહોના મોત અકુદરતી રીતે થયા છે, જેમાં 17 સિંહ, 24 સિંહણ અને 22 સિંહબાળનો સમાવેશ થાય છે. અકુદરતી મોતના કિસ્સામાં વન વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે અને મૃત્યુના ચોક્કસ કારણો શોધવામાં આવે છે.
સિંહોના સંરક્ષણ માટે સરકાર દ્વારા તેમના વસવાટનો વિકાસ અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે અનેક મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. વન્યજીવોના સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખીને એશિયાટિક સિંહોના લાંબાગાળાના જતન માટે વિશેષ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.












Click it and Unblock the Notifications
