For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Local Body Election: શીર્ષ પદાધિકારીઓ અને વૃદ્ધ નેતાઓને આરામ આપશે ભાજપ

Gujarat Local Body Election: શીર્ષ પદાધિકારીઓ અને વૃદ્ધ નેતાઓને આરામ આપશે ભાજપ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તમામ પાર્ટીઓ ટિકિટ આપવાની પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયારી કરી લીધી છે. આ વખતે સત્તારૂઢ ભાજપે શીર્ષ પદાધિકારીઓ અને વૃદ્ધ નેતાઓને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આરામ આપવાનું મન બનાવી લીધું છે. આવખતે પાર્ટીએ ટિકિટને લઈ અન્ય માપદંડો નક્કી કર્યા છે. પાર્ટીના 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકરોને ટિકિટ નહિ મળે. સાથે જ ત્રણ ટર્મથી ચૂંટાઈ રહેલા નેતાઓ-કાર્યકરો પણ ટિકિટની દાવેદારી નહિ કરી શકે.

bjp

ભાજપના સંસદીય બોર્ડે બુધવારે અમદાવાદ માટે ટિકિટ વિતરણ કરવાનો મુદ્દો ઉઠાવ્યો. બેઠક મોડી સાંજે પૂરી થઈ હતી અને સૂત્રો મુજબ લિસ્ટને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે.

મળી રહેલી માહિતી મુજબ બેઠકમાં હાલના મેયર બિજલ પટેલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ અમૂલ ભટ્ટને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી છે. પરંતુ પાર્ટી અધ્યક્ષ સી આર પાટિલે આવી માંગોને ફગાવતા કહ્યું કે અમદાવાદ નગર નિગમની ચૂંટણીમાં પાર્ટી એકેય ખોટી મિસાલ રજૂ કરે. તેમણે કહ્યું કે અન્ય પાંચ નગર નિગમની ચૂંટણી થઈ રહી છે અને અમદાવાદમાં કોઈપણ પરિણામ અન્ય નિગમોને પણ પ્રભાવિત કરશે.

ત્યારે પાર્ટીના આ નિર્ણયને લઈ બગાવતી સુર ઉઠવા લાગ્યા છે. કેટલાક સ્થળોએ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયાં છે. સુરતમાં પૂર્વ ડેપ્યૂટી મેયર નીરવ શાહના સમર્થકોએ પ્રદર્શન કર્યું અને ધમકી આપી કે જો પાર્ટી તેમને ટિકિટ નહિ આપે તો તેઓ અપક્ષ તરીકે નામાંકન દાખલ કરશે. આ ઉપરાંત મેયર બિજલ પટેલ ત્રણ કાર્યકાળ પૂરો કરી ચૂક્યાં છે અને તેઓ આ વખતે ટિકિટ માટે યોગ્ય નથી. સ્થાયી સમિતિના અધ્યક્ષ અમૂલ ભટ્ટ ટિકિટ માટે કઠિન પ્રયાસો કરી રહ્યા છે કેમ કે તેમને માત્ર એકવાર ચૂંટવામાં આવ્યા હતા, પરંતુ તેઓ 60 વર્ષથી વધુ ઉંમરના હોવાથી ઉંમરના માપદંડમાં ફેલ થઈ રહ્યા છે.

English summary
Gujarat Local Body Election: BJP will give rest to top office bearers and old leaders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X