For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત લોકાયુકત : સત્ય હકીકતો અને નિમણુંકનો ઘટનાક્રમ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 ઓગસ્ટ : ગુજરાતમાં લોકાયુકતની નિમણુંક અંગે ઇરાદાપૂર્વક સર્જવામાં આવેલા વિવાદ અને તે સંદર્ભમાં, રાજ્ય સરકાર ઉપર દોષારોપણ અને અપપ્રચાર કરવા સામે, જાહેર જનતા સમક્ષ લોકાયુકતની નિમણુંકો, નિયુકિતની પ્રક્રિયા અને ગુજરાત લોકાયુકત અધિનિયમની જોગવાઇઓ હેઠળના અધિકારો. આ સર્વગ્રાહી પાસાઓને આવરી લેતી શ્રેણીબધ્ધક સત્ય હકીકતો આ પ્રમાણે છે.

હકીકતમાં સર્વોચ્ચ અદાલતના આખરી ચૂકાદા પછી ન્યાવયમૂર્તિ આર એ મહેતાની લોકાયુકત તરીકે નિમણુંક બાબતે રાજ્ય સરકારે સતત પ્રયાસો કર્યા હતા. સમગ્ર કાનૂની વિવાદની પ્રક્રિયામાં આર એ મહેતાએ ઇરાદાપૂર્વક રાજ્યરની વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં પક્ષકાર તરીકે જોડાયાની અનિચ્છા દર્શાવી હતી. તેઓ પ્રથમથી જ આ પદભાર નહીં સંભાળવાનો મનથી નિર્ધાર કરી લીધેલો હતો તે સ્પષ્ટ થાય છે.

આર એ મહેતાએ બુધવાર 7 ઓગસ્ટે રાજ્યોપાલ અને વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને જે પત્ર પાઠવ્યો તેમાં લોકાયુકતનું પદ નહીં સ્વીકારવા માટે તેમણે માત્રને માત્ર રાજ્ય‍ સરકાર દોષિત ગણાવી છે. એટલું જ નહીં, મિડિયામાં પત્ર લીક કરી દીધો તે તેમના જેવા ન્યાયવિદ્ને શોભાસ્પદ નથી.

અહીં દર્શાવેલી સત્ય હકીકતો સ્વયં સ્પષ્ટ છે કે લોકાયુકતની નિમણુંક બાબત, વર્તમાન ગુજરાત સરકાર પ્રથમથી જ નિષ્ઠાપૂર્વક પ્રયાસરત રહી અને લોકાયુકતની નિમણુંકની પ્રક્રિયામાં ઇરાદાપૂર્વકના અનેકાનેક અવરોધો સર્જવાના પ્રયાસો સામે સાફ નિયતથી, સ્પષ્ટ નીતિને જ અનુસરવામાં આવી છે.

2006માં ગુજરાત સરકારે લોકાયુક્ત નિયુક્તિની પહેલ કરી

2006માં ગુજરાત સરકારે લોકાયુક્ત નિયુક્તિની પહેલ કરી


સાત વર્ષ અગાઉ 2006માં રાજ્ય સરકારે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર પાઠવીને મુંબઇ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધિશ જસ્ટીસ કે આર વ્યાસની ગુજરાતના લોકાયુકત પદે સૂચિત નિમણૂંક માટે તેમના મંતવ્‍યો અને અભિપ્રાયો મંગાવ્યા હતા. ગુજરાતના રાજ્યપાલને પણ જસ્ટીસ કે આર વ્યાયસની નિમણૂંક માટે વિનંતી કરવામાં આવી હતી. થોડાક મહિનાઓ બાદ કેટલાક તારણો સાથે આ દરખાસ્ત રાજભવન દ્વારા પરત મોકલવામાં આવી હતી. રાજભવને માંગવેલી સ્પષ્ટતાઓની પૂર્તિ સાથે, જસ્ટીસ કે આર વ્યાસના નામની લોકાયુકત પદે ભલામણ માટે રાજ્યપાલને વિનંતી કરવામાં આવી. અલબત્ત, આ દરખાસ્ત પણ રાજ્યેપાલ દ્વારા પરત મોકલવામાં આવી હતી.

વિપક્ષના નેતાને લોકાયુક્તની પસંદગી માટે આમંત્રણ આપ્યું

વિપક્ષના નેતાને લોકાયુક્તની પસંદગી માટે આમંત્રણ આપ્યું

રાજ્યપાલે સપ્ટેમ્બર 2009માં જસ્ટીસ કે આર વ્યા‍સની લોકાયુકત પદે નિમણૂંક અંગેની દરખાસ્તર નકારી કાઢી હતી અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને કોન્ફીડેન્શી‍યલ પત્ર પાઠવીને, ગુજરાતના લોકાયુકતની નિમણૂંક માટેના નામોની પેનલ સૂચવવા વિનંતી કરી હતી. ત્યાર બાદ તુરત જ મુખ્યામંત્રીએ પણ વિરોધપક્ષના નેતાને પત્ર પાઠવીને લોકાયુકત પદના સંભવિત ઉમેદવારની પસંદગી માટેની બેઠકમાં ચર્ચા માટે ઉપસ્થિત રહેવા જણાવેલું હતું. કમનસિબે આ નિમંત્રણ વિપક્ષના નેતાએ પરત મોકલ્યું હતું. લોકાયુકત સંસ્થાની મહત્તા ધ્યાને લઇને, મુખ્યપમંત્રીએ પુનઃ વિપક્ષના નેતાને ત્યાર બાદની મિટીંગોમાં ભાગ લેવા વખતોવખત વિનંતી કરી હતી. પરંતુ દરેક વખતે વિપક્ષના નેતાની નકારાત્મક માનસિકતા અને ઇરાદાપૂર્વક અંતરાયો ઉભા કરવાની વિકૃતિએ આ નિર્ણયમાં વિલંબ કર્યો હતો.

રાજ્યપાલે ખાનગીમાં વિપક્ષના નેતા સાથે પરામર્શ કર્યો

રાજ્યપાલે ખાનગીમાં વિપક્ષના નેતા સાથે પરામર્શ કર્યો


રાજ્યપાલે સ્વતંત્ર રીતે અને તે પણ મુખ્યમંત્રીને જાણ કર્યા વગર વિપક્ષના નેતા સાથે પરામર્શ કર્યો હતો. રાજ્ય સરકારે આ માટેની હકીકતોની સ્પષ્ટતા માટે વિનંતી પણ કરેલી, પણ રાજ્યપાલે તેની ઉપેક્ષા કરેલી. લોકાયુકતની નિમણૂંકની ઔપચારિક પ્રક્રિયાની ચર્ચા-વિચારણા માટે મુખ્યમંત્રીએ અગાઉ 5 માર્ચ, 2010ના નિર્ધારીત કરેલી બેઠક જેમાં વિપક્ષના નેતાએ ગેરહાજર રહેવાનું પસંદ કરેલું ત્યારબાદ ગુજરાતના રાજ્યપાલે મુખ્ય મંત્રીને આ બાબતે ચર્ચા કરવા નિમંત્રણ આપ્યું અને તે બેઠક 8 માર્ચ 2010ના રોજ યોજાઇ હતી.

વિપક્ષના નેતાએ પુન: આમંત્રણનો અસ્વીકાર કર્યો

વિપક્ષના નેતાએ પુન: આમંત્રણનો અસ્વીકાર કર્યો


ગુપ્ત પરામર્શના અનુસંધાનમાં મુખ્યમંત્રીએ ફરી એકવાર વિપક્ષના નેતાનો સહકાર સુનિશ્ચિત કરવાના હેતુથી અંતિમ પ્રયાસ કર્યો અને 22 માર્ચ, 2010ના ચર્ચા વિમર્શ માટે એક બેઠકનું આયોજન કર્યું. તેના સંદર્ભમાં પણ વિપક્ષના નેતાએ વાંધો લીધો કે તેમણે રાજ્યપાલ સાથે આ અંગે અગાઉ પરામર્શ કરી લીધો હોવાથી તેઓ મુખ્યમંત્રી સાથેની પરામર્શ બેઠકમાં ભાગ લેશે નહીં.

જસ્ટીસ જે આર વોરાનું લોકાયુકત તરીકે નામ સૂચવાયું

જસ્ટીસ જે આર વોરાનું લોકાયુકત તરીકે નામ સૂચવાયું


મુખ્યમંત્રીના અધ્યાક્ષસ્થાને 22 માર્ચ, 2010ના રોજ મળેલી ઔપચારીક બેઠકમાં મુખ્ય ન્યાયમૂર્તિએ તેમના 24 ફેબ્રુઆરી, 2010ના પત્ર દ્વારા સૂચવેલા ચારેય નામ વિચારણામાં લીધા અને જણાવ્યું કે માત્ર જસ્ટીસ જે આર વોરા જ નિમણૂંક માટે ઉપલબ્ધ છે અને તેમનું નામ રાજ્યપાલને મોકલવા માટે મંત્રીમંડળની ભલામણ કરવી. આમ રાજ્ય‍ મંત્રીમંડળે જસ્ટી્સ જે આર વોરાનું લોકાયુકત તરીકે નામ સૂચવીને 31 માર્ચ 2010ના રોજ રાજ્ય‍પાલની સંમતિ અર્થે મોકલવી આપ્યું હતું.

વડી અદાલતે જસ્ટીસ એસ ડી દવેનું નામ સૂચવ્યું

વડી અદાલતે જસ્ટીસ એસ ડી દવેનું નામ સૂચવ્યું


અંદાજે પાંચ સપ્તાહ પછી રાજ્યપાલએ રાજ્યના મુખ્યમંત્રીને જાણ કર્યા વિના આ બાબત ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને રિફર કરવાનું પસંદ કર્યું. સાત મહિના બાદ, ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિએ ગુજરાત સરકારને જણાવ્યું કે ગુજરાત રાજ્યના મંત્રીમંડળે લોકાયુકત પદે નિમણૂંક માટે સૂચવેલા જસ્ટીસ જે આર વોરાને તેમણે ગુજરાત સ્ટેલટ જયુડીશીયલના ડાયરેકટર તરીકે અન્યત્ર નિમણૂંક આપી છે. અલબત્ત, આ નિમણૂંક અંગે પણ રાજ્ય સરકારને ન તો વિશ્વાસમાં લેવામાં આવેલી કે ન તો તેને જાણ કરવામાં આવી. પરંતુ મુખ્ય ન્યાયમૂર્તિએ અન્યે એક જસ્ટીસ એસ ડી દવેનું નામ લોકાયુકતની નિમણૂંક માટે ભલામણ કર્યું.

રાજ્ય સરકારે જસ્ટીસ દવેને નિમણૂંક માટે અસંગત ગણાવી

રાજ્ય સરકારે જસ્ટીસ દવેને નિમણૂંક માટે અસંગત ગણાવી


હકીકતમાં રાજ્ય મંત્રીમંડળે જસ્ટીસ જે આર વોરાના નામ પર સંમતિ આપી દીધી હતી. પણ એક વર્ષ પછી 7 જૂન, 2011ના રોજ રાજ્યપાલે ગુજરાત સરકારને પહેલીવાર જણાવ્યું કે રાજ્યપાલ અને મુખ્ય ન્યાયમૂર્તિ વચ્ચે લોકાયુકત નિમણૂંક બાબતે સમાન્તાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમાં જસ્ટી‍સ દવેનું નામ લોકાયુકત પદના ઉમેદવાર તરીકે ઉભરી આવ્યું હતું. તેથી આ બાબતે તાત્કાલિક ધોરણે પ્રક્રિયા હાથ ધરવી. આથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી મારફતે, ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને જણાવેલું કે રાજ્ય સરકાર જસ્ટીસ દવેને નિમણૂંક માટે અસંગત માને છે. જસ્ટીસ દવે જવાબદારી સંભાળવા ઇચ્છા ધરાવતા નહોતા. તેથી જસ્ટીસ જે આર વોરાને નિમણૂંક માટે પુનઃવિચારણા કરવા પણ રાજ્ય સરકારે વિનંતી કરી હતી.

ગુજરાત વડી અદાલતે જસ્ટીસ આર એ મહેતાનું નામ સૂચવ્યું

ગુજરાત વડી અદાલતે જસ્ટીસ આર એ મહેતાનું નામ સૂચવ્યું


ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિએ રાજ્ય સરકારની વિનંતીની ઉપેક્ષા કરી અને જસ્ટીસ આર એ મહેતાનું નામ 7 જૂન, 2011ના પત્ર દ્વારા નિમણૂંક માટે સૂચવ્યું . આ પત્રના સંદર્ભમાં મુખ્યમંત્રીએ 16 જૂન, 2011ના રોજ પત્ર પાઠવીને મુખ્ય ન્યાયમૂર્તિને જસ્ટીસ જે આર વોરા જેમનું નામ મુખ્ય ન્યાયમૂર્તિએ સૂચવેલી પેનલમાં હતું તેમને નિમણૂંક માટે પુનઃવિચારણામાં લેવા વિનંતી કરી હતી. 18 ઓગસ્ટ, 2011ના રોજ મુખ્યમંત્રીએ ફરી વિનંતી કરીને તાજેતરમાં નિવૃત્ત થયેલા અન્ય કોઇ ન્યાયમૂર્તિનું નામ સરકારને લોકાયુકત પદે નિમણૂંક કરવા માટે ભલામણ કરવા જણાવેલું.

રાજ્યપાલે જસ્ટીસ મહેતાની નિમણૂંકનું વોરન્ટ જાહેર કર્યું

રાજ્યપાલે જસ્ટીસ મહેતાની નિમણૂંકનું વોરન્ટ જાહેર કર્યું


વહીવટી પ્રક્રિયા અને બંધારણીય શિષ્ટાચારને સંપૂર્ણપણે અવગણીને 25 ઓગસ્ટ, 2011ના રોજ ગુજરાતના રાજ્યપાલે જસ્ટીસ આર એ મહેતાને ગુજરાતના લોકાયુકત તરીકે નિમણુંક આપતું વોરંટ જારી કરી દીધું હતું. આમ આ સમગ્ર બાબતમાં રાજ્ય મંત્રીમંડળની ભલામણ અને ગુજરાત લોકાયુકત એકટની જોગવાઇઓને અવગણવામાં આવી હતી.

શું આ પ્રક્રિયા ન્યાયપૂર્ણ અને ઉચિત હતી?

શું આ પ્રક્રિયા ન્યાયપૂર્ણ અને ઉચિત હતી?


રાજ્ય સરકાર પાસે જસ્ટીસ આર એ મહેતાની નિમણૂંક અને તે અંગે જારી કરાયેલા વોરંટ સામે કોઇ વિકલ્પ રહયો નહીં તેથી ગુજરાત વડી અદાલત સમક્ષ આ નિમણૂંકને ચેલેન્જ કરતી પિટીશન દાખલ કરવામાં આવી. આ વિષયે જે કોર્ટ કાર્યવાહીઓ થયેલી તેમાં નીચે જણાવેલી બાબત ઉપસ્થિત થઇ તેની ભૂમિકા સમજવા જેવી છે.

સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ

સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ


બંધારણની કલમ 163 અન્વયે કાર્યરત ગુજરાતના ગવર્નર રાજ્યના મંત્રીમંડળની ભલામણો અને સલાહો માનવા બંધાયેલા છે. આમ છતાં તેને અવગણીને રાજ્યપાલે જસ્ટીસ આર એ મહેતાની લોકાયુકત તરીકે નિમણૂંક આપી દીધી. રાજ્ય સરકારની આ દલીલ તર્કને સમર્થન આપતાં સર્વોચ્ચ અદાલતે 2 જાન્યુઆરી, 2013ના જજમેન્ટમાં નોંધ્યું છે ...રાજ્યપાલે રાજ્યના મંત્રીમંડળને વિશ્વાસમાં લીધા સિવાય, ભારતના એટર્ની જનરલ સાથે કાનૂની સલાહ માટે પરામર્શ કરીને તેની સીધી જાણ ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને કરી હતી. આ સંદર્ભમાં રાજ્યપાલને એવી ખોટી સલાહ આપવામાં આવી હતી કે તેઓ રાજ્યાના વડા તરીકે નહીં, પરંતુ વૈધાનિક સત્તાધિશ તરીકે વર્તી શકે છે.

રાજ્ય સરકારે મહેતાની નિયુક્તિના પ્રયાસ કર્યા

રાજ્ય સરકારે મહેતાની નિયુક્તિના પ્રયાસ કર્યા


ભારતની સર્વોચ્ચ અદાલતે તેના 2 જાન્યુઆરી, 2013ના ચૂકાદાને રાજ્ય સરકારની અપીલ નકારી કાઢી હતી. તેથી રાજ્ય સરકારના કાયદામંત્રીએ જસ્ટીસ આર એ મહેતાની લોકાયુકત તરીકેની નિમણૂંકને આવકારીને સામાન્ય વહીવટ વિભાગના સચિવ કે શ્રીનિવાસ તથા રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને આર એ મહેતાને પદભાર સંભાળવાનું વિધિવત આમંત્રણ આપવા નિયુકત કર્યા હતા. આ બંને પદાધિકારીઓ જસ્ટીસ આર એ મહેતાને તેમના નિવાસસ્થાને 6 જાન્યુઆરી, 2013ના રોજ મળ્યા હતા અને રાજ્ય સરકારના નિર્ણયની તેમને જાણ કરી હતી. રાજય સરકારે સર્વોચ્ચય અદાલતના ચૂકાદાનો આદર કરીને લોકાયુકતની નિમણુંક માટે આર એ મહેતાને નિમવા નિષ્ઠાપૂર્વક તમામ પ્રયાસો કર્યા.

લોકાયુક્ત કચેરીનું બજેટ વધારવામાં આવ્યું

લોકાયુક્ત કચેરીનું બજેટ વધારવામાં આવ્યું


પદનામિત લોકાયુકત જસ્ટીસ આર એ મહેતાના નિવાસ સ્થાને 6 જાન્યુઆરી, 2013ના રોજ યોજાયેલી બેઠકમાં તેમને લોકાયુકત કચેરીના પ્રવર્તમાન મહેકમ અને કર્મચારી ગણ પધ્ધતિની નકલ આપવામાં આવી હતી. તેમને એમ પણ જણાવવામાં આવેલું કે મહેકમમાં યોગ્ય સુધારા વધારા તેઓ પદભાર સંભાળ્યા પછી સૂચવી શકે છે. પદનામિત લોકાયુકતને એવું પણ જણાવેલું કે આગામી બજેટમાં લોકાયુકતના તમામ ખર્ચને પહોંચી વળવા પૂરતું પ્રાવધાન કરવામાં આવશે. તદ્‌અનુસાર લોકાયુકત કચેરી માટેનું બજેટ જે વર્ષ 2009-10માં રૂપિયા 33.40 લાખ હતું તે વધારીને રૂપિયા 63.40 લાખ કરવામાં આવ્યું. આ ઉપરાંત પદનામિત લોકાયુકત કચેરીની આનુષાંગિક વ્યવસ્થા અને નવી કાર માટે પણ ઇન્ડેન્ટલ ભરી દેવામાં આવેલું.

રાજ્ય સરકારે નિયુક્તિ માટે પૂર્વ તૈયારીમાં આપ્યો સહયોગ

રાજ્ય સરકારે નિયુક્તિ માટે પૂર્વ તૈયારીમાં આપ્યો સહયોગ


લોકાયુકત પોતાનો કાર્યભાર સંભાળે તે માટેની પૂર્વ તૈયારીઓ અને સહકાર આપવા માટે રાજ્ય સરકાર તરફથી કોઇ જ કચાશ રાખવામાં આવી નથી. નિમણુંક અંગે નોટીફિકેશન બહાર પાડવાની પ્રણાલી પણ સ્વયં સ્પષ્ટ છે. ભારતના રાષ્ટ્રપતિ કે રાજ્યના રાજ્યપાલ દ્વારા ઉચ્ચ જાહેર પદો પર નિમણૂંક માટે જાહેર કરાતા આદેશ પત્રો સંદર્ભે હોદ્દાના શપથ ગ્રહણ કરવાના થતા હોય છે અને શપથવિધિ સમારોહ બાદ જરૂરી વહિવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પદભાર સંભાળવાનો હોય છે. પદભાર સંભાળે ત્યાર બાદ જ એક જાહેરનામું બહાર પાડીને જનતાને જાણ કરવામાં આવે છે કે તેમને કચેરી કાર્યભાર સંભાળ્યો છે. રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ વગેરેની નિમણૂંક અને પદભાર સંભાળવાની આ સામાન્ય પ્રણાલી છે.

શપથવિધિ દિન નક્કી કરવા રાજ્ય સરકારે પત્ર પાઠવ્યો

શપથવિધિ દિન નક્કી કરવા રાજ્ય સરકારે પત્ર પાઠવ્યો


લોકાયુકતના પદભારના આ કિસ્સામાં પણ આ જ પ્રસ્થાપિત પ્રણાલિ અનુસરવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલે નિમણૂંક અંગેનું વોરંટ જાહેર કર્યું. આ બાબતની ન્યાયિક પ્રક્રિયા નિરાકરણનો ફેંસલો આવી જતા જ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના સચિવ કે શ્રીનિવાસે 26 જુલાઇ, 2013ના એક પત્ર પાઠવીને, પદનામિત લોકાયુકતને તેમને અનુકુળ સમય શપથવિધિ સમારોહનું આયોજન કરવા માટે જણાવેલું. આ શપથવિધિ સમારોહ બાદ જાહેરનામું સ્વાનભાવિકપણે બહાર પાડવાનું હતું. આ બાબતનો પત્ર જસ્ટીસ આર એ મહેતાના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યો ત્યારે એવું ધ્યાને આવ્યું કે તેઓ તે સમય દરમિયાન વિદેશમાં હતા અને સંભવતઃ 6 ઓગસ્ટ, 2013ની આસપાસના દિવસોમાં પરત આવવાના છે.

7 ઓગસ્ટે જસ્ટિસ આર એ મહેતાએ લોકાયુક્ત બનવા કર્યો ઇનકાર

7 ઓગસ્ટે જસ્ટિસ આર એ મહેતાએ લોકાયુક્ત બનવા કર્યો ઇનકાર


આમ, રાજ્ય સરકાર શપથવિધિ સમારોહના આયોજનની તમામ તૈયારીઓ કરી રહી હતી અને લોકાયુકત કચેરીના ત્વરિત નિર્માણ, રિનોવેશન માટે માર્ગ મકાન વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી હતી. આવા સમયે જ પદનામિત લોકાયુકત દ્વારા પદગ્રહણનો અસ્વીકાર કરતો પત્ર રાજ્યપાલ અને ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને પાઠવી દીધો અને તેની સાથે જ આ પત્ર મિડિયા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો તે કેટલું વાજબી અને ઉચિત છે? ગુજરાત રાજ્યના લોકાયુકત જેવા મહત્વની સંસ્થાને કાર્યરત કરવા અંગે રાજ્ય સરકારના નિષ્ઠાપૂર્વકના સાત સાત વર્ષના પ્રયાસો વિફળ બનાવવામાં ક્ષુલ્લક કારણોને આગળ ધરીને, ઇરાદાપૂર્વક પોતાની જિદ સંતોષવામાં આવી છે એ આર એ મહેતાના લોકાયુકતનું પદ નહીં સ્વીકારવાના સાત પાનાના પત્રથી ફલિત થાય છે.

English summary
Gujarat Lokayukta : Facts and Chronology about appointment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X