પેપર લીક ટાળવા માટે ગુજરાત લોકાયુક્તે આપ્યું સૂચન
paper leak: ગુજરાત લોકાયુક્ત હેઠળના સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત ભરતી પરિક્ષાઓના પ્રશ્નપત્રોની છપાઇ ફક્ત સરકારી પ્રેસમાં જ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે, જેથી પેપર લીક થવાની ઘટનામાં જવાબદારી નક્કી કરવામાં સરળતા રહે.
લોકાયુક્તે એ પણ ભલામણ કરી હતી કે, પરીક્ષા બોર્ડના અધ્યક્ષ જેવા અમુક પસંદગીના વ્યક્તિઓને જ પેપરમાં પૂછવામાં આવતા ચોક્કસ પ્રશ્નોની જાણ હોવી જોઈએ. આ અવલોકનો ગુજરાતના લોકાયુક્તના 23મા વાર્ષિક સંકલિત અહેવાલમાં કરવામાં આવ્યા હતા. બજેટ સત્ર દરમિયાન બુધવારે રાજ્ય વિધાનસભામાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

લોકાયુક્તે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) અથવા UPSC દ્વારા અનુસરવામાં આવતી પ્રશ્નપત્ર સેટિંગ પ્રક્રિયાને ધ્યાનમાં લેવાનું પણ સૂચન કર્યું હતું. લોકાયુક્તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અમલીકરણમાં નબળા કામ અથવા પેપર લીકના કિસ્સામાં કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓ પર જવાબદારી નક્કી કરવાની પણ ભલામણ કરી છે.
પેપર લીકની ઘટનામાં જવાબદારી નક્કી થવી જોઈએ - વર્ષ 2022માં લોકાયુક્તે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (GSSSB) દ્વારા આયોજિત વિવિધ લેખિત પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક થવાના પગલે લોકોની ફરિયાદના આધારે તપાસ નોંધી હતી.
લોકાયુક્તે જણાવ્યું હતું કે, સૌથી પહેલા પેપર ફક્ત સરકારી પ્રેસમાં જ છપાવવા જોઈએ, જ્યાં પેપર લીકની ઘટનાના કિસ્સામાં જવાબદારી નક્કી કરી શકાય.












Click it and Unblock the Notifications
