ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવારે યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં સ્થપાયેલી ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવાર તા. ૧૯મી જુલાઈએ યોજાશે.

Gujarat Maritime University
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
  • LLM અને MBA વિદ્યાશાખાના ૨૫૦ વિદ્યાર્થીઓને પદવી અપાશે
  • ૮ વિદ્યાર્થીનીઓ સહિત ૧૩ને ગોલ્ડ મેડલ્સથી સન્માનિત કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપશે તેમજ ૮ વિદ્યાર્થીનીઓ સહિત ૧૩ વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટતા માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરશે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ઔરા ઓડિટોરિયમમાં શનિવારે સાંજે પાંચ કલાકે યોજાનારા આ પદવીદાન સમારોહમાં LLM વિદ્યાશાખાના ૧૮૮ અને MBAના ૬૨ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી આ પદવીદાન સમારોહમાં છાત્રોને શપથ લેવડાવશે તથા પ્રમુખ સ્થાનેથી સંબોધન પણ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X