Gujarat monsoon forecast 2025 : ગુજરાતમાં ખેડૂતો માટે ચોમાસાને લઈને સારા સમાચાર, જાણો ચોમાસુ કેવુ રહેશે?
Gujarat monsoon forecast 2025 : ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી ચોમાસાની આગાહી મુજબ, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું માત્ર સમયસર નહીં પણ સામાન્ય કરતા પણ વધુ સારૂ રહેશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે ગુજરાતમાં 100 ટકા કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે. આ આગાહી રાજ્યના ખેડૂતો માટે એક મોટી રાહતરૂપ સાબિત થઈ શકે છે.

લાંબા સમયથી અણધાર્યા વરસાદને કારણે ખેતી પર અસર થઈ રહી હતી પણ આ વર્ષે સ્થિર અને ભરપૂર વરસાદથી ખેતી સમૃદ્ધિ તરફ વળે તેવી શક્યતા છે.
આ વર્ષે ચોમાસું સમય કરતા પહેલું બેસી શકે છે. અંબાલાલ પટેલના અંદાજ મુજબ, 18 મેથી 25 મે વચ્ચે અંદમાન-નિકોબાર ટાપુ વિસ્તારમાં ચોમાસું પ્રવેશી જશે. આ પ્રવેશને આધારે અનુમાન લગાવવામાં આવે છે કે ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતા થોડું વહેલું પહોંચશે.
હવામાની પરિસ્થિતિનીની વાત કરીએ તો આ વર્ષે ચોમાસું માત્ર વરસાદ પૂરતું નહીં પરંતુ તેના સાથે જોરદાર પવન અને ગાજવીજ પણ જોવા મળી શકે છે. ખાસ કરીને પશ્ચિમ ગુજરાત અને દરિયાઈ વિસ્તારોમાં પવનની તીવ્રતા વધારે રહેશે.
8 જૂન પછી દરિયામાં પવનની દિશા બદલાશે અને પવનનું જોર પણ વધશે. આ કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં મોજાં વધુ ઉંચા ઉછળવાની સંભાવના છે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. આવા તોફાનો ખેડૂત અને માછીમાર સમુદાય માટે પડકારરૂપ બની શકે છે, તેથી આગળથી તૈયારી રાખવી જરૂરી બનશે.
સરેરાશ કરતા વધુ વરસાદ અને તેની સાથે સમયસર આગમન ખેડૂતોએ રોપણી માટે યોગ્ય સમય પસંદ કરવાનો મોકો આપશે.
આ વર્ષે ગુજરાત માટે ચોમાસાની આગાહી ખરેખર આશાપૂર્ણ છે. જમીનને જળ આપનાર વરસાદ માત્ર ખેતી માટે નહીં, પરંતુ પાણીના સ્ત્રોતોને પણ જીવંત બનાવશે.












Click it and Unblock the Notifications
