Gujarat Monsoon Update: કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ, સૌરાષ્ટ્રમાં 66 ટકાથી વધુ વરસાદ

Gujarat Monsoon Update: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં 10 ઇંચ અને વિસાવદર તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે.

આ ઉપરાંત સુરત જિલ્લાના પલસાણા અને બારડોલી તાલુકામાં 7-7 ઇંચ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 7 ઇંચ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 23 જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 44 ટકાથી વધુ નોંધાયો છે.

જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 66 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં કુલ 58 ટકા, દક્ષિણ ગુજરાતમાં 50 ટકા, ઉત્તર ગુજરાતમાં 24 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ 24 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

Gujarat Monsoon Update

જ્યારે દ્વારકા, વાપી, ચિખલી, કામરેજ મળી કુલ ચાર તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપલેટા, પારડી, ખેરગામ, ઉમરગામ, રાણાવાવ, વલસાડ, ગીર ગઢડા, માંડવી, નવસારી મળીને કુલ નવ તાલુકામાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

સુરત શહેર, કોડીનાર, જૂનાગઢ, જૂનાગઢ શહેર, મુન્દ્રા, ધરમપુર, વંથલી, જલાલપોર, ઉમરપાડા મળીને કુલ નવ તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

જ્યારે માંડવી (કચ્છ), માંગરોળ, મહુવા, અંકલેશ્વર, ગણદેવી, જામ જોધપુર, સુત્રાપાડા, વાલિયા, વાસંદા, વ્યારા મળીને કુલ 10 તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ભાણવડ, શિહોર, ચુડા, ઉના, ડોલવણ, જામનગર, ચોર્યાસી, તલાલા, અબડાસા, તારાપુર, સોનગઢ, થાનગઢ, વઘઈ, સાગબારા, ભેસાણ, ખંભાત, નખત્રાણા મળીને કુલ 17 તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

જ્યારે નાંદોદ, ડાંગ-આહવા, ભરૂચ, ઝગડીયા, ધારી, માંગરોળ, ભુજ, ખંભાલીયા, હાંસોટ, કરજણ, વાલોદ, નેત્રંગ, અને પાદરા તાલુકા મળીને કુલ 13 તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડા, ઓલપાડ, ભાવનગર, અમરેલી, ખાંભા, બગાસરા, વાઘોડિયા, સંખેડા, અમોદ મળીને કુલ નવ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

જ્યારે આંકલાવ, સુબીર, કુકાવાવ વાડિયા, કુકરમુંડા, પેટલાદ, બાબરા, ધંધુકા, વાગરા, ધ્રોલ, બોરસદ, જાફરાબાદ, રાજુલા, ડભોઇ, વડોદરા, જંબુસર, લાઠી, તિલકવાડા, દાંતીવાડા, ગરુડેશ્વર અને સિદ્ધપુર મળીને કુલ 21 તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X