Gujarat Monsoon Update: સૌરાષ્ટ્ર ઝોનમાં 34.94 ટકા વરસાદ નોંધાયો, 6 તાલુકાઓમાં 4 ઇંચ વરસાદ

Gujarat Monsoon Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જૂનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ 6 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 10 જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 34.94 ટકા વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 34.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 27.21 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 17.75 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16.32 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત મહેમદાબાદ, રાણાવાવ, ભાણવડ, ધોરાજી, લાઠી, મેંદરડા, કેશોદ અને તલાલા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

Gujarat Monsoon Update

જ્યારે બગસરા, નખત્રાણા, અંજાર, પોરબંદર, માતર, જામકંડોરણા, ગાંધીધામ, ખેડા, કુતિયાણા, વિસાવદર અને જૂનાગઢના માંગરોળ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્યના આશરે 32 જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ અને 104 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

10મીથી 14મી જુલાઈ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડશે. હવામાન વિભાગે માછીમારોને બીચથી દૂર રહેવાની સલાહ આપી છે. દરિયા કિનારે પવનની ઝડપ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે.

આ દરમિયાન સુરત, વલસાડ, નવસારી, તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે. ચોમાસામાં અત્યાર સુધીમાં આ જિલ્લાઓમાં 4 થી 8 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યા અનુસાર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં 8મી જુલાઈના રોજ સાંજથી રાત સુધી ભારે વરસાદ નોંધાઇ શકે છે.

આ સાથે જ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ગાંધીનગર, ભરૂચ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત 10 થી 14 જુલાઈ સુધી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X