Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત: વિશ્વ યોગ દિવસ નિમિત્તે સવા કરોડથી વધુ લોકો કરશે યોગ

આગામી તારીખ 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે દરેક ગામ, તાલુકા, શહેર,શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ સહિત જનભાગીદારીથી 1.25 કરોડથી વધુ નાગરિકો યોગ કરશે. પ્રવકતાએ જણાવ્યું હતું કે યોગ એ ભારતીય સંસ્કૃતિ અને આપણાં ઋષિમુનીઓએ મા

આગામી તારીખ 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે દરેક ગામ, તાલુકા, શહેર,શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ સહિત જનભાગીદારીથી 1.25 કરોડથી વધુ નાગરિકો યોગ કરશે. પ્રવકતાએ જણાવ્યું હતું કે યોગ એ ભારતીય સંસ્કૃતિ અને આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીએ યુનાઈટેડ નેશન્સની મહાસભામાં વર્ષ 2014માં 21મી જૂનને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" મનાવવા પ્રસ્તાવ મૂક્યો અને યુનાઈટેડ નેશન્શની મહાસભાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કરી 21 મી જૂનને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ વર્ષની યોગ દિવસની થીમ "માનવતા માટે યોગ (Yoga for Humanity)" નક્કી કરવામાં આવ્યું છે.

World Yoga Day

છેલ્લા બે વર્ષની કોવિડ મહામારી બાદ સમગ્ર દેશમાં વિશાળ જનભાગીદારી સાથે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આ વર્ષે નક્કી કરાયું છે. ગુજરાત પણ દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, મહાનગપાલિકા, મહાનગપાલિકાના દરેક વોર્ડ, સાથો સાથ દરેક શાળા, કોલેજો, યુનિવર્સિટી, આઈ.ટી.આઈ., તમામ આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડક્વાર્ટર, પોલીસ સ્ટેશનો, જેલ અને શક્ય તેટલા જાહેર સ્થળોએ અંદાજે 1.25 કરોડ સવા કરોડથી વધુની જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

હાલ દેશમાં આઝાદીનો અમ્રુત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેના ભાગરૂપે રાજયમાં ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક સ્થળો, શૈક્ષણિક તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતાં 75 આઈકોનીક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. 21 જૂન, 2022ના રોજ સવારે 06:00 કલાકે આયોજીત "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ના કાર્યક્રમમાં જોડાઈને જનભાગીદારી થકી આ વખતના કાર્યક્રમની થીમ "માનવતા માટે યોગ"ને સાર્થક કરવા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના પ્રજાજનોને અનુરોધ કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X