
Navratri: તને જાતા જોઇ પનગટને વાટે, મારું મન મોહી ગયું...
આજે છે છઠ્ઠું નોરતું. હવે નવરાત્રીનો રંગ ગરબામાં જોરદાર જામ્યો છે. ત્યારે નવરાત્રીમાં વનઇન્ડિયા ગુજરાતીને રોજ રોજ લોકો તેમના સ્લેફી અને ફોટો મોકલાવી રહ્યા છે. અને તમે પણ તમારા નવરાત્રીના ફોટો અમને મોકલાવી શકો છો. તમારા બાળકોના નવરાત્રીના ક્યૂટ ફોટો પણ અમારી સાથે શેયર કરી શકો છો. gujarati@oneindia.co.in આ છે અમારું મેલ આઇડી જ્યાં તમારે ફોટો મોકલવાના રહેશે. ત્યારે નવરાત્રીમાં અમારા વ્યૂઅર દ્વારા મોકલવામાં આવેલા કેટલાક ફોટો તથા અન્ય બીજા ફોટા જુઓ અહીં...

મારું મન મોહી ગયું
ગરબાએ ખાલી નૃત્ય નથી. નૃત્ય દ્વારા તમે પોતાની મસ્તીમાં લીન થઇ જાય છો. અને જ્યારે તમે આ રીતે લીન થઇ જાવ છો ત્યારે ભક્તિ અને નૃત્યનો અદ્ઘભૂત સંગમ સર્જાય છે. અને એટલે જ લોકો માતાજીની ભક્તિમાં ગવાતા આ ગરબા હોય છે ખાસ!

સેલ્ફી મેનિયા
નવરાત્રીમાં જેટલી મજા લોકોને ગરબા કરવાની આવતી હોય છે એટલી જ મજા ફોટોગ્રાફરને ફોટો ખેંચવાની આવતી હોય છે. વળી ગરબામાં લોકો મોટી સંખ્યામાં સેલ્ફી લેતા પણ જોવા મળે છે. આજ કાલ સેલ્ફી વીડિયો પણ પોપ્યુલર થયા છે. ત્યારે આ ફોટો સુરતની સાંજલ દેસાઇનો છે.

નવલી નવરાત્રી
સંસ્કૃતિ નગરી વડોદરા પણ તેના ગરબા માટે ખાસ વખણાય છે. ત્યાંના દોઢિયાની સ્ટાઇલ જોવા જેવી હોય છે. ત્યારે આ ફોટો છે વડોદરાની વૈષ્ણવી જોષીનો.

કૂલ સ્ટાઇલ
નવરાત્રીમાં હવે છોકરીઓ નવી નવી સ્ટાઇલ અપનાવે છે. આ ફોટો અમદાવાદની જીજ્ઞાનો છે. જેણે કેડિયું, સાફો અને ચણિયો પહેરીને કૂલ લૂક અપનાવ્યો છે.