નવસારીમાં 20 ફૂટ ઊંચા પુલથી પડી બસ, 41ના મોત
ગુજરાતના નવસારી જિલ્લામાં રાજ્ય પરિવહન નિગમની બસ 20 ફૂટ ઊંચા પુલથી બસ પૂર્ણા નદીમાં પડી. જેમાં ડ્રાઇવર અને કંડક્ટર સમેત લગભગ 41 લોકોની ધટનાસ્થળે જ મોત થઇ ગઇ. અને લગભગ 25 જેટલા યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. વધુમાં કેટલાક દર્દીઓની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
ફોટો સૌજન્ય -ANI

નોંધનીય છે કે આ ગોજારા અકસ્માતમાં મરનારામાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધુ છે. આ બસમાં 65થી વધુ યાત્રી સવાર હતા જ્યારે આ અકસ્માત થયો. આ બસ નવસારીથી બારડોલી જતી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ ધટના પર શોક વ્યક્તક કર્યો છે. અને મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયા આપવાની ધોષણા કરી છે.
શરૂઆતી પૂછપરછ મુજબ શુક્રવારે સાંજે 5 વાગે આ બસ જ્યારે નીકળી ત્યારે એક બાઇક ચાલકને બચાવા જતાં બસે પોતાનું નિયંત્રણ ખોયું અને જોત જોતામાં તે 20 ફૂટ ઊંડી ખાઇમાં પડી ગઇ. જો કે સ્થાનિક લોકોની ત્વરીત મદદ અનેક લોકોને જીવન બચાવ્યું જે વાત ખરેખરમાં સરાહનીય છે.












Click it and Unblock the Notifications
