ગુજરાત : નવા નાયબ મુખ્યમંત્રી લેશે 2014માં નરેન્દ્ર મોદીનું સ્થાન?
દેશમાં ભાવિ વડાપ્રધાન તરીકે કોણ આવશે તે અંગે જેટલી ઉત્સુકતા પ્રવર્તી રહે છે તેનાથી અનેક ગણી ઉત્સુકતા અને ચર્ચા ગુજરાતમાં નરેન્દ્ર મોદી જેવા પ્રતિભાશાળી મુખ્યમંત્રી બાદનું સીએમ પદ કોણ શોભાયમાન કરશે તે અંગેની છે. ગુજરાતમાં મુખ્યમંત્રીના શાસનકાળનો નવો વિક્રમ અને લોકપ્રિયતા સ્થાપિત કરનારા નરેન્દ્ર મોદીનો વિકલ્પ પ્રથમ દ્રષ્ટિએ અશક્ય લાગી રહ્યો છે. આવા સમયે ભાજપ માટે ગુજરાતમાં શાસનને ટકાવી રાખવું અને નરેન્દ્ર મોદીનો વિકલ્પ શોધવો જેટલું કઠિન અને ચિંતાનું કામ છે, તેટલું જ મનોમંથન નરેન્દ્ર મોદી પોતે પણ કરી રહ્યા છે.
આ મહિનાના અંતમાં નરેન્દ્ર મોદીન તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે એવી માહિતી મળી રહી છે. આ વિસ્તરણથી તેઓ પોતાની પાસેની જવાબદારી હળવી કરીને પોતાનું ધ્યાન દિલ્હીની ગાદી પર કેન્દ્રીત કરવાની સાથે ગુજરાતની ગાદી પણ સહીસલામત રહે તેવી વહીવટી અને સુશાસનની વ્યવસ્થા ગોઠવવા માંગે છે.
આ સાથે જ ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રીનું ખાલી સ્થાન પણ ભરવામાં આવે એવી શક્યતા છે. આ શક્યતામાં રાજ્યના અગ્રણી અને વગદાર પ્રધાનોના નામ આગળ આવ્યા છે. જેમાં આનંદી પટેલ, સૌરભ પટેલ અને નીતિન પટેલ અને વજુભાઇ વાળાના નામની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જોવાનું એ રહે છે તે નરેન્દ્ર મોદી પોતાની પસંદગીમાં કોને સ્થાન આપે છે.

વર્ષ 2014ની તૈયારી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનું પદ ભરીને નરેન્દ્ર મોદી ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી માટે લાયક ઉમેદવારની ક્ષમતાની પરીક્ષા કરશે. લોકસભા ચૂંટણી 2014 બાદ જો ભાજપ કેન્દ્રની સત્તામાં આવે તો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવશે. આ માટે તેમણે સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડશે. આમ કરવાથી ખાલી પડેલા મુખ્યમંત્રી પદને ભરવા માટે સૌથી સક્ષમ અને લોકગ્રાહ્ય નેતાની પસંદગી અત્યારથી કરવી જરૂરી છે, જેથી ઉતાવળમાં ખોટો નિર્ણય લેવાય નહીં.

આનંદીબેન પટેલ
- નરેન્દ્ર મોદીની નજીક છે
- તેમનામાં સૌની પાસેથી કામ કરાવવાની શક્તિ છે
- મંત્રી અને મહત્વનાં ખાતાનો અનુભવ
- તેમને મુખ્યમંત્રી બનાવે તો ગુજરાતને પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળે
- નરેન્દ્ર મોદી મહિલા સશક્તિકરણને જે રીતે મહત્વ આપે છે તે જોતા આનંદીબહેન આગળ લાગે

નીતિન પટેલ
- લોકપ્રિય નેતા
- વર્તમાન મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન મેળવવામાં સફળ
- નિર્વિવાદ છબી
- ધારાસભ્યોમાં સ્વીકાર્યતા વધારે

સૌરભ પટેલ
- વિકસિત રાજ્ય તરીકે ઉદ્યોગ પતિઓ સાથે સારો ઘરોબો
- વિદેશમાંથી ઉચ્ચ અભ્યાસ અને લાયકાત
- ઉદ્યોગ પ્રધાન તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે સંપર્ક
- યુવા સીએમ માટેની લાયકાત

વજુભાઇ વાળા
- ગુજરાત ભાજપના સૌથી વરિષ્ઠ નેતા અને મંત્રી રહી ચૂક્યા છે
- નાણા, શહેરી, ગૃહ નિર્માણ, શ્રમ, રોજગાર વગેરે મંત્રાલયોનો અનુભવ
- કાર્યવાહક મુખ્યમંત્રી (એકટીંગ સીએમ)ની જવાબદારી સંભાળી ચુકયા છે
- લોકો અને પક્ષમાં સમર્થન
માનવામાં આવે છે કે નાયબ મુખ્યમંત્રીનું પદ ભરીને નરેન્દ્ર મોદી ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી માટે લાયક ઉમેદવારની ક્ષમતાની પરીક્ષા કરશે. લોકસભા ચૂંટણી 2014 બાદ જો ભાજપ કેન્દ્રની સત્તામાં આવે તો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવશે. આ માટે તેમણે સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડશે. આમ કરવાથી ખાલી પડેલા મુખ્યમંત્રી પદને ભરવા માટે સૌથી સક્ષમ અને લોકગ્રાહ્ય નેતાની પસંદગી અત્યારથી કરવી જરૂરી છે, જેથી ઉતાવળમાં ખોટો નિર્ણય લેવાય નહીં.
નાયબ મુખ્યમંત્રીને અંદાજે એક વર્ષ સુધી સત્તા અને જવાબદારીઓનો કાર્યભાર સંભાળવાની અને કાર્યપદ્ધતિ સમજવામાં મદદ મળશે. જો નાયબ મુખ્યમંત્રી આ ગાળામાં તેમની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડવામાં નિષ્ફળ રહેશે તો તેમના સ્થાન સીએમ તરીને નવા અને વધારે મજબૂત નામની શોધ કરવામાં આવશે. નાયબ સીએમ પદ માટે જે નામો ચર્ચામાં છે તે શા માટે સીએ બની શકે તે આવો જાણીએ.












Click it and Unblock the Notifications
