Gujarat Rain: રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવી શકે છે ધડબડાટી

Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું એલર્ટ હોવાનું હવામાન વિભાગનું માનવું છે. ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે. આ કારણે માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

Gujarat Heavy Rain

રાજ્યમાં હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે અને અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શકયતા છે અને છેલ્લા 24 કલાક દરમિયાન ખેડાના નડિયાદ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ વરસી શકે

આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. 20થી વધારે જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદની શરુઆત થઈ હતી. નરોડા, નિકોલ, બાપુનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પકવાન, થલતેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદનો એસપી રિંગ રોડ જોખમી બન્યો હતો. બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો પટકાયા હતા. વટવા, નિકોલ અને નારોલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી છે. ઉપરવાસ અને કેચમેન્ટમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત આવકથી મેશ્વો ડેમ એલર્ટ પર છે. ભિલોડા, મોડાસા, ધનસુરાના 27 ગામને એલર્ટ કરાયા હતા.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

રાજ્યના 21 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 21 જિલ્લાઓ અને દમણ-દાદરાનગર હવેલી સહિતના કેન્દ્રશાસિત પ્રદેશો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. નાગરિકોને સાવચેતી રાખવા અને તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સામાન્ય વરસાદથી વધુ વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે. ખાસ કરીને વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર કાળજીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 31 જિલ્લાના 198 તાલુકામાં સરેરાસ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો

વધુમાં,ખેડાના ગળતેશ્વર અને ઠાસરા, ડાંગના વઘઈ અને સુબીર, આણંદના બોરસદ અને આણંદ, અરવલ્લીના ભિલોડા, બનાસકાંઠાના ભાભર, પંચમહાલના જાંબુઘોડા, છોટાઉદેપુરના બોડેલી, વડોદરાના દેસર તેમજ પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં પણ છેલ્લા 24 કલાકમાં 3-3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 14 તાલુકામાં 2 ઈંચથી વધુ, 48 તાલુકામાં 1 ઈંચથી વધુ જ્યારે, 112 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 31 જિલ્લાના 198 તાલુકામાં સરેરાસ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X