ગુજરાત પોલીસને મળ્યા આધુનિક અભિરક્ષક વાહનો, જાણો શું છે ખાસિયત?

ગુજરાત પોલીસ હવે માર્ગ અકસ્માતોમાં બચાવ અને રાહત કામગીરી માટે વધુ સજ્જ બની છે. રાજ્યમાં ગંભીર અકસ્માતોમાં જાનહાનિ ઘટાડવા અને ઇજાગ્રસ્તોને સમયસર મદદ પહોંચાડવા માટે અદ્યતન અભિરક્ષક વાહનો ખરીદવામાં આવ્યા છે.

આ સ્પેશિયલ પર્પઝ વાહનો હાલ પાયલટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.

Gujarat Police

આ વાહનોની મુખ્ય વિશેષતા તેમાં સમાવિષ્ટ અદ્યતન રેસ્ક્યુ સાધનો છે. અભિરક્ષકમાં માત્ર ઓક્સિજન બોટલ જ નહીં, પરંતુ ૩૨થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ છે.
આમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, અને વજન ઊંચકી શકે તેવી વીંચ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સાધનો ખાસ કરીને એવા સંજોગોમાં ઉપયોગી થશે જ્યાં અકસ્માત બાદ વ્યક્તિ વાહનમાં ફસાઈ ગઈ હોય.

રાત્રિના સમયે પણ અસરકારક રીતે કામગીરી થઈ શકે તે માટે વાહનમાં પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ અને જનરેટર પણ આપવામાં આવ્યું છે.

આ વાહનોનો મુખ્ય હેતુ ગોલ્ડન અવર દરમિયાન ઇજાગ્રસ્તોને બચાવવાનો અને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવાનો છે. અકસ્માત સ્થળે સૌથી પહેલાં પહોંચીને આ વાહનો તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરશે.

સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ વાહનો ખૂબ જ અદ્યતન છે, કારણ કે તેની બોડી અને ડિઝાઇન ફાયરપ્રૂફ અને હુમલારોધક છે. આને કારણે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં પણ પોલીસ સુરક્ષિત રીતે કામગીરી કરી શકશે.

આના માટે બે જિલ્લાઓને પાયલટ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વાહનો તૈનાત કરવાનું આયોજન છે. આ પહેલ ગુજરાત પોલીસની નાગરિકોની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ સેવાઓને વધુ સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X