ગુજરાત પોલીસ સાકાર કરશે મોદીનું સ્વપ્ન, લેશે દત્તક ગામ
ગાંધીનગર, 19 નવેમ્બરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના દરેક ગામને આદર્શ ગ્રામ બનાવવાનું સ્વપ્ન જોયું છે અને પોતાના આ સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે આદર્શ ગ્રામ યોજના લોન્ચ કરી છે, હેઠળ તેમણે દરેક સાંસદ અને ધારાસભ્યને એક-એક ગામ દત્તક લઇ તેને આદર્શ ગ્રામ બનાવવામાં આવે તેવી અપીલ કરી છે. મોદીની આ અપીલ બાદ સાંસદો અને ધારાસભ્યો દ્વારા ગામ દત્તક લેવાની શરૂઆત થઇ ગઇ છે.

આ અંગે જાણવા મળ્યા અનુસાર ગુજરાત પોલીસના તમામ ડીએસપી દ્વારા પોતાના જિલ્લાઓમાંથી કોઇ એક ગામને દત્તક લેવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જે સબબ ગૃહ વિભાગે કહ્યું છેકે અમારા તરફથી ડીએસપીઓને કામ અંગે માહિતી મળી રહે તે અંગે એક ગાઈડ લાઈન જાહેરાત કરવામાં આવશે. તેમજ દરેક ડીએસપીને સૂચના પણ આપવામાં આવશે કે જે ગામનો ખરેખર વિકાસ કરવાની જરૂર છે એ જ ગામને દત્તક લેવામાં આવે. જેથી સુવિધા વંચિત ગામડાઓમાં વિકાસના કાર્યો કરી શકાય અને તેમને આદર્શ ગ્રામ બનાવી શકાય.












Click it and Unblock the Notifications
