For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના વિદેશી મહેમાનો માટે ગુજરાત પોલીસને શિષ્ટાચાર શીખવાડાશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 9 સપ્ટેમ્બર : આતંકવાદી જૂથ અલ કાયદાનો ધમકીભર્યો વિડિયો રિલીઝ થયા બાદ દેશમાં અલ કાયદાએ ટાર્ગેટ કરેલા રાજ્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વધારવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહેલા છે. આની સાથે ગુજરાતમાં આવી રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015 અને પ્રવાસી ભારતીય જેવી મોટી ઇવેન્ટમાં સુરક્ષાના મુદ્દે ચૂક રહી ના જાય તે માટે ગુજરાત પોલીસના જવાનોને સુરક્ષા અને સતર્ક રહેવાના સંદર્ભમાં વિશેષ તાલીમ આપવાનું આયોજન થઇ રહ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સંદર્ભમાં ગુજરાત પોલીસના જવાનોને સુરક્ષાની સાથે શિષ્ટાચાર અને અદબ દાખવવાની પણ વિશેષ તાલીમ આપવામાં આવનાર છે. વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ સમિટ 2015માં ભાગ લેવા આવનારા અંદાજે 3000 જેટલા વિદેશી પ્રતિનિધિઓ તથા એનઆરઆઇની સુરક્ષા માટે ગુજરાત પોલીસ ઇન્ટેલિજન્સ બ્યુરો, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની સાથે મળીને કામ કરશે. સમગ્ર ઇવેન્ટ પર તેઓ બાજ નજર રાખવાના છે.

gujarat-police-logo

ગુજરાત પોલીસના જવાનોને સુરક્ષામાં કડકાઇ પરંતુ બોલચાલ અને વ્યવહારમાં શિષ્ટાચાર અને અદબ પણ શીખવવામાં આવશે. આ માટે ગુજરાતના અધિક મુખ્ય સચિવ એસ કે નંદાએ આગોતરી તૈયારીઓ શરૂ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત પોલીસના ડીવાયએસપી અને ડીઆઇજી કક્ષાના અધિકારીઓની સાથે સેન્ટ્રલ રિઝર્વ ફોર્સના જવાનોને શિસ્ત અને અદબની ખાસ તાલીમ આપવામાં આવશે.

સભ્યાતાના સંદર્ભની આ તાલીમમાં વિદેશી મહેમાનો સાથે કઇ રીતે વર્તુવુ, કઇ રીતે વાત કરવી, તેમના આગમન સમયે કેવી રીતે શિસ્‍તબદ્ધ અને શાલીનતાથી ઉભા રહેવું વગેરે જેવી બાબતો આવરી લેવામાં આવશે.

English summary
Gujarat Policemen will take decency training for Vibrant Gujarat Summit 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X