જાણો : સુરતની પોલિટેકનિક કોલેજમાં કેવી શૂટ થઇ પોર્ન ફિલ્મ?
સુરત, 29 સપ્ટેમ્બર : અમદાવાદ પોલીટેકનિકમાં ચાલુ ક્લાસે વિદ્યાર્થિનીઓની છેડતી બાદ આજે સુરતની સરકારી પોલીટેકનિકમાંથી પોર્ન ફિલ્મનું શૂટિંગનું રેકેટ પકડાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરતની ગવર્મેન્ટ પોલીટેકનિકના ટેક્સટાઇલ ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટના એક બંધ રૂમમાં છેલ્લા ત્રણ દિવસથી નગ્ન દ્રશ્યો સાથે પોર્ન ફિલ્મનું શૂટિંગ ચાલતુ હતું અને નગ્ન દ્રશ્ય ભજવાતા હતા ત્યારે આજે પોલીટેકનિકની જ એક મહિલા પ્રોફેસરે શૂટિંગ કરતા પ્રોડયુસરોને રંગ હાથે પકડી પાડયા હતા અને ભારે હોબાળો મચતા શૂટિંગની પુરી ટીમ નાસી છૂટી હતી.
સુરતની સરકારી પોલિટેકનીકમાં કેવી રીતે ચાલતું હતું પોર્ન ફિલ્મનું શૂટિંગ તેની વધારે વિગતો જાણવા આગળ ક્લિક કરો...

1. ગુજરાતની પ્રતિષ્ઠિત પોલિટેકનીકમાં ચાલતું હતું પોર્ન ફિલ્મ શૂટિંગ
સુરતમાં મજુરાગેટ વિસ્તારમા સિવિલ હોસ્પિટલ નજીક આવેલી ડો.એસ.એન્ડ એસ.એસ.ગાંધી સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજ કેમ્પસમાં પોર્ન ફિલ્મનું શૂટિંગ કરાયું હતું. આ પોલિટેકનીક ગુજરાતમા ડિપ્લોમા ઈજનેરી કોર્સ માટેની ગવર્મેન્ટ પોલીટેકનિક તરીકે ખૂબ જાણીતી છે.

2. ત્રણ દિવસથી પોર્ન ફિલ્મ શૂટ થતી હતી
સુરત પોલીટેકનિકના જૂના ટેક્સટાઈલ બિલ્ડીંગ ડિપોર્ટમેન્ટના એક બંધ રૂમમાં ગાય સપ્તાહે ત્રણ માટે પોર્ન ફિલ્મનું શૂટિંગ થયું હતું.

3. ધોળા દહાડે ચાલતા શૂટિંગનો કોઇને ખ્યાલ ના આવ્યો
ટેક્સટાઈલ બિલ્ડીંગના એક બંધ રૂમમાં પોર્ન ફિલ્મનું શૂટિંગ દિવસ દરમિયાન કરવામાં આવી રહ્યું હતું. આ કારણે અહીં વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રોફેસરોની અવર જવર ચાલુ હતી. આમ છતાં ત્રણ દિવસ સુધી કોઇને અણસાર આવ્યો ન હતો.

4. ફિલ્મના પ્રોડ્યુસર્સ કોણ હતા?
ચોંકાવનારા ખુલાસા અનુસાર સુરત અને ગુજરાતના જ કેટલાક પ્રોડયુસરો આ પોર્ન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.

5. પોર્ન ફિલ્મ શૂટિંગનો ભાંડો કેવી રીતે ફૂટ્યો?
ફિલ્મ શૂટિંગના ત્રીજા દિવસે એક મહિલા પ્રોફેસરની નજર ઘણા સમયથી બંધ એવા ઓરડામાં અચાનક અવર જવર અને ચાલી રહેલી લાઇટ પર પડી હતી.

6. નગ્ન મહિલાઓ સાથે શૂટિંગ ચાલતું જોયું
આ શૂટિંગને નજરે જોનારા અને પોર્ન ફિલ્મના પ્રોડયુસર્સ પકડનારા મહિલા પ્રોફેસરનું કહેવું છે કે હું આજે આ બિલ્ડીંગમાંથી પસાર થઈ ત્યારે એક રૂમમાં મોટી લાઈટો ચાલુ હતી અને આ બિલ્ડીંગ બંધ હતું. મને થયું કે બિલ્ડીંગમાં શોટ શર્કિટ થયુ હશે. એટલે હું રૂમમાં જોવા ગઈ તો રૂમની અંદર નગ્ન મહિલાઓ સાથે પોર્ન ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું.

7. શૂટિંગ કરી રહેલાઓની ભાગમભાગ
મહિલા પ્રોફેસરે જણાવ્યું કે મને જોતા જ શૂટિંગના તમામ ક્રુ મેમ્બર્સ અને પ્રોડયુસરો ગભરાઈ ગયા હતા. તેમાંથી કેટલાક ભાગી ગયા હતા માત્ર બે વ્યક્તિ પકડાઈ હતી.

8. પ્રિન્સિપાલે આપી શૂટિંગની મંજુરી
પકડાયેલી વ્યક્તિઓએ જણાવ્યું હતું કે અમારી પાસે ફિલ્મ શૂટ કરવાની પરમિશન હતી. આ પરમિશન આચાર્યએ આપી હતી. મહિલા પ્રોફેસરે આચાર્યને આ બાબતની તરત જ જાણ કરી હતી. ત્યારબાદ મહિલા પ્રોફેસરે આચાર્યને રૂબરૂ મળીને આ તમામ ઘટના કહી હતી.

9. આચાર્યનો ખુલાસો
આ અંગે આચાર્યનું કહેવું છે કે થોડા દિવસો પહેલા શૂટિંગ માટે કેટલાક લોકો મારી પાસે આવ્યા હતા અને તેઓએ મને તેઓએ પહેલા ઉતારેલી ધુમ્રપાન નિષેધની એક સામાજિક ડોક્યુમેન્ટ્રી બતાવી હતી.અને તેઓ અમારી પોલીટેકનિકમાં ખૂબ જ વૃક્ષો અને આસપાસ ઝાડી ઝાંખરા હોવાથી તેઓ અહીં ભુતપ્રેત જાગૃતિ માટે અંધશ્રદ્ધા નિવારણની ડોક્યુમેન્ટ્રી બનાવવા માંગતા હતા.

10. લેખિત પરવાનગી નહીં આપતા જબરદસ્તી
આચાર્યએ જણાવ્યું કે મેં ટેક્સટાઈલ બિલ્ડીંગની આસપાસની બહારની જગ્યા પર શૂટિંગ માટે મૌખિક પરમીશન આપી દીધી હતી, લેખિત પરમિશન આપી ન હતી. ત્યાર બાદ મારી સાથે છેતરપીડિં કરીને રૂમના દરવાજા તોડીને બંધ બિલ્ડીંગની અંદર ઘુસી ગયા હતા અને આવું શરમજનક કૃત્ય આચરતા હતા.આ બાબતે મારી ભૂલ તો થઈ ગઈ છે.

11. પોલીસ ફરિયાદ નહીં
આ ઘટના મુદ્દે પોલીસ ફરિયાદ કરવા અંગે આચાર્યએ કહ્યું કે હું પોલીસ ફરિયાદ કરવા નથી માંગતો કારણકે મારી પાસે કોઈ લેખિત ફરિયાદ નથી અને તેઓ તમામ ફરાર થઈ ગયા છે અને અમારી આ પોલીટેકનિક શૈક્ષણિક અને સમાજિક એમ બંને કાર્યો માટે પ્રતિષ્ઠિત હોઈ અમારી શાખનો સવાલ છે.












Click it and Unblock the Notifications
