ગુજરાત પ્રદેશ ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત

આ જાહેરાતમાં ચાર જૂના ઉપપ્રમુખોને યથાવત રાખી ત્રણ નવા ઉપપ્રમુખો લેવામાં આવ્યા છે જ્યારે ચાર મહામંત્રીઓને યથાવત રખાયા છે. તેની સામે પાંચેપાંચ નવા મંત્રીને લેવામાં આવ્યા છે જ્યારે પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ અને પ્રદેશ કાર્યાલયમંત્રી પરેશ પટેલને પણ યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સાત જેટલા વિવિદ મોરચાના પ્રમુખો પૈકી માત્ર યુવા મોરચાના પ્રમુખ પ્રદિપસિંહ વાધેલાને જ શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય છ મોરચાના પ્રમુખપદે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે.
પ્રદેશ સંગઠનના સોમવારે જાહેર થયેલા માળખામાં હજુ પણ ત્રણ ઉપપ્રમુખ, એક મહામંત્રી તથા પાંચ મંત્રીઓની નિમણૂંક બાકી રાખવામાં આવી છે. જેમાં કોંગ્રેસને છોડીને ભાજપમાં આવેલા સંગઠનનો અનુભવ ધરાવતા કેટલાક શક્તિશાળી નેતાઓને સ્થાન અપાશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. ભાજપના પ્રદેશ સંગઠનના માળાખાની કરવામાં આવેલી જાહેરાતમાં નીચે મુજબના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ક્રમ પદધિકારીનું નામ જવાબદારી
૧. મંગુભાઈ પટેલ(નવસારી)નવા પ્રદેશ ઉપપ્રમુખ
૨. કૌશિકભાઈ પટેલ(કર્ણાવતી)રિપીટ પ્રદેશ ઉપપ્રમુખ
૩. આઈકે જાડેજા(સુરેન્દ્રનગર) રિપીટ પ્રદેશ ઉપપ્રમુખ
૪. કાનજી ઠાકોર (કર્ણાવતી) રિપીટ પ્રદેશ ઉપપ્રમુખ
૫. શંભુનાથ ટુંડીયા(અમદાવાદ જી.)નવા પ્રદેશ ઉપપ્રમુખ
૬. રમીલાબેન બારા(સાબરકાંઠા) રિપીટ પ્રદેશ ઉપપ્રમુખ
૭. સંધ્યાબેન વ્યાસ(રાજકોટ શહેર) નવા પ્રદેશ ઉપપ્રમુખ
૮. ભીખૂભાઈ દલસાણીયા રીપીટ પ્રદેશ મહામંત્રી(સંગઠન)
૯. વિજયભાઈ રૂપાણી(રાજકોટ શહેર) રિપીટ પ્રદેશ મહામંત્રી
૧૦. ભરતસિંહ પરમાર (ભરૂચ)રિપીટ પ્રદેશ મહામંત્રી
૧૧. શંકરભાઈ ચૌધરી (પાટણ) રિપીટ પ્રદેશ મહામંત્રી
૧૨. મનસુખભાઈ માંડવીયા(ભાવનગર જી.) નવા પ્રદેશ મહામંત્રી
૧૩. શંકરભાઈ વેગડ(સુરેન્દ્રનગર) નવા પ્રદેશ મહામંત્રી
૧૪. વિવેકભાઈ પટેલ(સુરત શહેર) નવા પ્રદેશ મહામંત્રી
૧૫. વર્ષાબેન રાણા(સુરત શહેર) નવા પ્રદેશ મહામંત્રી
૧૬. નયનાબેન પટેલ(ખેડા) નવા પ્રદેશ મહામંત્રી
૧૭. સુરેન્દ્રભાઈ પટેલ(કર્ણાવતી) રિપીટ પ્રદેશ કોષાધ્યક્ષ
૧૮. પરેશભાઈ પટેલ (કર્ણાવતી) રિપીટ પ્રદેશ કાર્યાલય મંત્રી
પ્રદેશ મોરચાઓના પ્રમુખશ્રીઓના નામો
૧. પ્રદિપસિંહ વાધેલા(અમદાવાદ જી.)રિપીટ યુવા મોરચો
૨. ડૉ. જ્યોતિબેન પંડયા(વડોદરા શહેર) રિપીટ મહિલા મોરચો
૩. અંબાલાલ રોહિત (આણંદ) નવા અનુ. જાતિ મોરચો
૪. અભેસિંહ તડવી (વડોદરા જી.) નવા અનુ. જન જાતિ મોરચો
૫. બાબુભાઈ જેબલીયા (ભાવનગર જી.) નવા કિસાન મોરચો
૬. દિનેશભાઈ અનાવાડીયા (બનાસકાંઠા) નવા બક્ષીપંચ મોરચો
૭. કાદરભાઈ સલોત (રાજકોટ શહેર) નવા લધુમતિ મોરચો












Click it and Unblock the Notifications
