Gujarat train stoppage : ગુજરાતને વધુ 6 ટ્રેનોના સ્ટોપેજ મળ્યા, મહેસાણામાં ત્રણ નવી ટ્રેન રોકાશે
Gujarat train stoppage : ગુજરાતમાં ટ્રેન મુસાફરો માટે સારા સમાચાર છે. પશ્ચિમ રેલવેએ રાજ્યની 6 ટ્રેનોના સ્ટોપેજ વધારવાનો નિર્ણય કર્યો છે, જેથી મુસાફરોને વધુ સુવિધા મળશે.
આ ફેરફારો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ જાહેરાત પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવે દ્વારા સ્ટોપેજ વધારવામાં આવેલી ટ્રેનો અને તેના નવા સ્ટેશનો મહેસાણામાં કુલ 3 નવી ટ્રેનોને સ્ટોપ મળ્યો છે, જેથી મુસાફરો માટે જોડાણ વધશે.
મહેસાણા સ્ટેશન
- 12216 બાંદ્રા ટર્મિનસ - દિલ્હી સરાઈ રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ : આ ટ્રેન 3 સપ્ટેમ્બરથી મહેસાણામાં રાત્રે 8:42 વાગ્યે આવશે અને 8:44 વાગ્યે ઉપડશે.
- 16534 બેંગલુરુ - ભગત કી કોઠી એક્સપ્રેસ : 7 સપ્ટેમ્બરથી મહેસાણામાં સવારે 6:50 વાગ્યે આવશે અને 6:52 વાગ્યે ઉપડશે.
- 16312 તિરુવનંતપુરમ - શ્રી ગંગાનગર એક્સપ્રેસ : આ ટ્રેન 6 સપ્ટેમ્બરથી મહેસાણામાં સવારે 8:38 વાગ્યે આવશે અને 8:40 વાગ્યે ઉપડશે.
સિદ્ધપુર સ્ટેશન
- 22915 બાંદ્રા ટર્મિનસ - હિસાર એક્સપ્રેસ : આ સાપ્તાહિક ટ્રેન 8 સપ્ટેમ્બરથી સિદ્ધપુરમાં રાત્રે 9:23 વાગ્યે આવશે અને 9:25 વાગ્યે ઉપડશે.
સામાખીયાળી સ્ટેશન
- 20935 ગાંધીધામ - ઇન્દોર એક્સપ્રેસ : આ સાપ્તાહિક ટ્રેન 8 સપ્ટેમ્બરથી સામાખીયાળીમાં સાંજે 7:10 વાગ્યે આવશે અને 7:12 વાગ્યે ઉપડશે.
ગૌતમપુરા રોડ સ્ટેશન
- 14802 ઇન્દોર - જોધપુર એક્સપ્રેસ : આ ટ્રેન 6 સપ્ટેમ્બરથી ગૌતમપુરા રોડ પર સવારે 5:17 વાગ્યે આવશે અને 5:19 વાગ્યે ઉપડશે.
માળિયા મિયાણા સ્ટેશન
14311 બરેલી - ભુજ અલા હઝરત એક્સપ્રેસ : આ ટ્રેન 4 સપ્ટેમ્બરથી માળિયા મિયાણામાં સવારે 6:43 વાગ્યે આવશે અને 6:45 વાગ્યે ઉપડશે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
