Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ, ભેંસાણમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ
Gujarat Rain : ગુજરાતમાં ચોમાસું હજુ પણ સક્રિય છે અને ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 95 જેટલા તાલુકાઓમાં છેલ્લા 24 કલાક (બુધવારે સવારે 6 વાગ્યાથી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી) દરમિયાન નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

વરસાદના આંકડા જોઈએ તો, સૌથી વધુ મેઘમહેર જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં જોવા મળી છે. ભેંસાણમાં છેલ્લા 24 કલાકમાં બે ઈંચથી પણ વધારે વરસાદ પડ્યો છે. આ વરસાદ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતરૂપ સાબિત થયો છે.
રાજ્યભરમાં પડેલા આ વરસાદને કારણે વર્તમાન ચોમાસાની સિઝનનો કુલ વરસાદ નોંધપાત્ર સ્તરે પહોંચ્યો છે. સમગ્ર ગુજરાતનો મોસમનો કુલ વરસાદ હવે 116.33 ટકા જેટલો થયો છે.
ગુજરાતના અન્ય 94 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કાપણી શરૂ થઈ ગઈ છે ત્યારે સતત વરસાદ આવતા ખેડૂતો મુશ્કેલીમાં છે.












Click it and Unblock the Notifications
