Gujarat rain : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે, આ જિલ્લાઓમાં એલર્ટ જારી કરાયુ
Gujarat rain : ગુજરાતમાં એકવાર ફરીથી વરસાદની શાનદાર ઈનિંગ જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, આગામી 7 દિવસ રાજ્યના ઘણા જિલ્લાઓમાં સતત વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યુ છે.
હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 2 દિવસ દરમ્યાન કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આજે મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાવચેતીના પગલાં રૂપે સ્થાનિક તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

રાજસ્થાન ઉપર મોન્સૂન ટ્રફ સક્રિય થયાની અસર ઉત્તર ગુજરાતમાં વધુ જોવા મળી રહી છે. આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, વરસાદનો આ બીજો રાઉન્ડ 18 જુલાઇ સુધી સતત રહી શકે છે અને આ સમયગાળા દરમિયાન ઉઘાડની શક્યતાઓ ઓછી છે.
આ ઉપરાંત 26 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે મોન્સૂન ફરીથી સક્રિય થઈ શકે છે, જેના કારણે ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.












Click it and Unblock the Notifications
