Gujarat Rain forecast : ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain forecast : ગુજરાત રાજ્યમાં આગામી સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાત અને તેની નજીકના અરબી સમુદ્રમાં એક ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે, જ્યારે બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ નવી વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે.
આ સિવાય, 1 ઓક્ટોબરથી વધુ એક ડિપ્રેશન દરિયામાં બનવાની સંભાવના છે, આમ કુલ ત્રણ શક્તિશાળી સિસ્ટમની સંયુક્ત અસરને પગલે રાજ્યમાં મેઘરાજાનું જોરદાર કમબેક જોવા મળશે.

હાલ એક વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જો કે, હવે આ ત્રણ સિસ્ટમની રચના થતાં હવામાન વિભાગે આજથી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.
હવામાન વિભાગે આ સાત દિવસના સમયગાળા દરમિયાન 3 દિવસ માટે થંડરસ્ટોર્મની ખાસ ચેતવણી આપી છે. વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધવાની શક્યતા છે, જે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
વરસાદી અને વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પર રહેલા બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તમામ માછીમારોને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે આગામી કોઈ નવી સૂચના ન મળે ત્યાં સુધી તેઓ દરિયો ન ખેડે.
સિઝનના આ અંતિમ તબક્કામાં પડી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલા અથવા લણણીની તૈયારીમાં રહેલા કપાસ, મગફળી અને ડાંગરના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
