Gujarat rain forecast : ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત, આ જિલ્લાઓમાં આગાહી
Gujarat rain forecast : ગુજરાત પરથી ભલે ચોમાસું વિદાય લઈ રહ્યું હોય પણ મેઘરાજા ફરી એકવાર ગુજરાત પર મહેરબાન થશે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, રાજ્યમાં આગામી સપ્તાહમાં હળવાથી મધ્યમ વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે દિવસ એટલે કે 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જો કે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હાલ પૂરતું વાતાવરણ સૂકું રહેશે.

17 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ ફરી સક્રિય થવાની સંભાવના છે. આ દિવસે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
વરસાદની સંભાવના ધરાવતા જિલ્લા
- ઉત્તર ગુજરાત : બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર.
- દક્ષિણ ગુજરાત : વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી.
- સૌરાષ્ટ્ર-કચ્છ (18 સપ્ટેમ્બરથી) : સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ
હવામાન વિભાગની આગાહી અનુસાર, 20 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. જ્યારે 21 સપ્ટેમ્બરે પણ આ જ પ્રકારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
આ આગાહી જોતાં, ચોમાસાની વિદાય પહેલાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ આ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
