Gujarat Rain Forecast : હજુ વરસાદથી છુટકારો નહીં, જાણો આગામી 7 દિવસની આગાહી
Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હાલમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી રાજ્યભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વરસાદી માહોલ 3 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. 27મી ઓગસ્ટ પછી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધશે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, આણંદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત
વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં વધારો થવાની સંભાવના છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવધાન રહેવું.
સૌરાષ્ટ્ર
ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, ઉપલેટા અને ધોરાજીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
વરસાદની આ આગાહીને જોતા, તંત્ર દ્વારા પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નાગરિકોને પણ વાહનવ્યવહાર અને અન્ય પ્રવૃત્તિઓમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
