Gujarat rain forecast : ગુજરાતમાં 2 ઓક્ટોબર સુધી વરસાદ અને વાવાઝોડાનો ખતરો
Gujarat rain forecast : રવિવારે ગુજરાતના 200થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હજુ આવનારા દિવસોમાં પણ આ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે.
હાલ વાદળો પશ્ચિમ તર સૌરાષ્ટ્રના દરિયાકિનારા અને અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યાં છે. આમ છત્તા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

આ કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 2 ઓક્ટોબર સુધી માટે રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
IMD અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતભરમાં 30-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટીના પવનો સાથે વીજળીના કડાકા-ભડાકા અને હળવાથી મધ્યમ વરસાદ સાથે હળવા વાવાઝોડાની શક્યતા છે.
વરસાદની આગાહીની વિગતો આપતા, IMD એ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રાજકોટ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
આ સિવાય, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, ભાવનગર અને કચ્છ માટે યલો એલર્ટ જારી કરાયું છે.
૧ ઓક્ટોબરે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ માટે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અંતે ૨ ઓક્ટોબરના રોજ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જારી કરાયું છે.












Click it and Unblock the Notifications
